તમારે અલગ પ્રકારનો અભ્યાસ કરી પરિવર્તનના અનુરુપ ઢળવુ પડશેઃ ઇશાંત શર્મા

સાઉથમ્પ્ટન,તા.૧૬

કોરોના વાયરસે ક્રિકેટને અનેક રીતે પ્રભાવિત કરી છે, કેટલીક ટુર્નામેન્ટ રદ તો કેટલીક મોકૂફ કરાઇ. જેનુ ઉદાહરણ આઈપીએલ ૨૦૨૧ અને ટી૨૦ વિશ્વકપ સહિતના નજર સામે છે. તો સાથે જ કોરોનાને લઇને ક્રિકેટમાં કેટલાક પરિવર્તન આવ્યા. જેમાંનો એક બદલાવ બોલરો એ બોલને ચમકાવવા માટે લાળનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. જ્યારે આ નિયમ લાગુ કરવામાં આવ્યો, ત્યારે કહેવાતુ હતુ કે તેનાથી બોલરોને નુકશાન થશે. જ્યારે બેટ્‌સમેનોને તેનો લાભ મળશે.

પરંતુ જ્યારથી લાળને બોલ પર લગાડવા પર પ્રતિબંધ છે, ત્યારથી બોલર હજુ આ નિયમને અનુસરી રમી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના સિનીયર બોલર ઇશાંત શર્માનુ માનવુ છે કે, સાઉથમ્પ્ટનમાં બોલ લાળ વિના જ સ્વિંગ કરશે. ઇશાંત મુજબ જેને મેચના અંત સુધી યથાવત રાખવુ પડશે.

ભારતીય ટીમ વતી ઇશાંત શર્મા ૧૦૧ ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. જે ૧૮ જૂનથી શરુ થનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતના બોલીંગ આક્રમણની આગેવાની સંભાળશે.

ઇશાંતે કહ્યું, મને લાગે છે કે લાળ વિના પણ બોલ સ્વિંગ કરશે. જેના માટે કોઇએ આ અંગેની જવાબદારી નિભાવવી પડશે કે મેચના અંત સુધી સ્વિંગ બની રહે. આ સ્થિતીમાં બોલની હાલત સારી બની રહેશે તો બોલરો માટે વિકેટ મેળવવી આસાન બની રહેશે.

ત્યાર સુધીમાં ૩૦૩ વિકેટ ઝડપી ચુકેલા ઇશાંતે કહ્યું, તમારે અલગ પ્રકારનો અભ્યાસ કરી પરિવર્તનના અનુરુપ ઢળવુ પડશે. ભારતમાં કેટલાક સમય બાદ રિવર્સ સ્વિંગ મળે છે. જોકે ઇંગ્લેંડમાં સ્વિંગ લેન્થને ફુલ રાખવાની હોય છે. તમારે લેન્થના અનુસાર પરિવર્તન કરવાના હોય છે. આ એટલુ આસાન નથી, કારણ કે અહીના ઠંડા વાતાવરણના અનુરુપ ઢળવામાં સમય લાગે છે.

ઇશાંતે કહ્યું, કોરનાને લઇને ક્વોરન્ટાઇનથી અભ્યાસ વધારે મુશ્કેલ બની જાય છે. તેણે કહ્યુ, ક્વોરન્ટાઇનથી વધારે મુશ્કેલ થઇ જાય છે. જીમ પર અભ્યાસ કરવા અને મેદાન પર અભ્યાસ કરવામાં ઘણો ફરક છે. તમારે તેના અનુસાર તાલમેલ બેસાડવો પડે છે. જેમાં ઘણો સમય લાગે છે.

આ દરમ્યાન ટીમના યુવા ઓપનર ખેલાડી શુભમન ગીલએ કહ્યું, ઇંગ્લેંડમાં વિકેટ બચાવવા માટે બેટ્‌સમેનોએ નબળા બોલને છોડવા પડશે. તેણે કહ્યુ, જ્યારે હું ભારત ’એ’ અને અંડર ૧૯ ટીમ સાથે ઇંગ્લેંડનો પ્રવાસ કર્યો હતો, ત્યારે સૌ એ કહ્યુ હતુ મને કે રન બનાવવા આટલા બોલ રમવા પડશે. જોકે મારુ માનવુ છે કે, રન બનાવવાની ભાવના હંમેશા રહેવી જોઇએ. સાથે જ વિકેટ બચાવવાના ઉપાય શોધવા જોઇએ. જ્યારે તમે રન બનાવવા માટે રમો છો, તો બોલર દબાણમાં આવે છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449