ક્રિકેટર કે.એલ.રાહુલ અને અથિયા શેટ્ટીની સ્ટાઇલિશ તસવીરો થઈ વાયરલ

મુંબઈ,તા.૧૬

અભિનેત્રી અથિયા શેટ્ટી અને ક્રિકેટર કે એલ રાહુલ રિલેશનમાં હોવાની વાતો ઘણા સમયથી ચર્ચાઇ રહી છે, પરંતુ બન્નેએ ક્યારેય ડેટિંગની વાતોને કન્ફોર્મ કરી નથી. રાહુલ અને અથિયાની તસવીરો હંમેશા વાયરલ થતી હોય છે. બન્ને એક-બીજાની તસવીરો શેર કરતાં રહે છે. હવે બુધવારે અથિયાએ બે તસવીરો શેર કરી છે.

એક તસવીરમાં તે કેએલ રાહુલ સાથે પોઝ આપતી નજરે પડે છે. બીજી તસવીરમાં અથિયા પોતાના ચશ્માને ફ્લોન્ટ કરી રહી છે. આ તસવીરો એક બ્રાન્ડ શૂટની છે. તસવીરમાં કેએલ રાહુલ બ્લેક બ્લેઝર અને વ્હાઇટ હાઇનેકમાં જોવા મળી રહ્યો છે. જ્યારે અથિયા ડાર્ક બ્લુ અને પર્પલ કલરના ડ્રેસમાં છે.

કેએલ રાહુલ ઇન્ડિયન ક્રિકેટ ટીમ સાથે વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ઇંગ્લેન્ડમાં છે. હાલમાં જ અથિયાએ પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી, જેના લીધે ચર્ચા થઇ રહી હતી કે અથિયા કેએલ રાહુલ સાથે ઇંગ્લેન્ડમાં છે. કેમ કે, કેએલ રાહુલે પણ કેટલીક તસવીરો શેર કરી હતી અને બન્નેની તસવીરોનું બેકગ્રાઉન્ડ એક જેવું લાગી રહ્યું હતું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449