દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા કેટલી......?

(જી.એન.એસ., હર્ષદ કામદાર)

દેશભરમાં કોરોના ની બીજી લહેરની ઝડપ ઓસરવા લાગી છે. કોરોના કેસોમાં મોટા પ્રમાણમાં ઘટાડો થઈ જતા હોસ્પિટલ બેડો ખાલી થઈ ગયા છે. કોરોના કાળમાં ઉભા કરવામાં આવેલા કોવિડ સમરસ કેન્દ્રો- હોસ્પિટલોમાં કાગડા ઊડી રહ્યા છે. તેમજ ઊભા કરવામાં આવેલ સ્પેશ્યલ કોરોના ટેસ્ટ સેન્ટરો મોટાભાગે દૂર થઈ ગયા છે. ઓક્સિજન, ઇન્જેક્શન, દવાઓ જે પણ જોઈએ તે ખુલ્લા બજારમાં મળતું થઇ ગયું છે. ટૂંકમાં જનજીવન પૂર્વવત થઇ રહ્યું છે. જે લોકોએ જીવ ગુમાવ્યા છે તે પરિવારોમાં દુઃખ છે પરંતુ હવે સચેત બની ગયા છે. લોકોમાં કોરોનાનો ડર ઘટવા લાગ્યો છે..... પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તેમજ તજજ્ઞો દ્વારા ત્રીજી લહેરની આપેલી ચેતવણીનો ડર આમ પ્રજામાં વ્યાપી  ગયેલો છે. જે કારણે આમ લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે કે જો ત્રીજી આવશે તો તેની ચપેટમાં કેટલા લોકો આવશે...? તે કેટલો પ્રાણઘાતક હશે....? શું બીજી કોરોના લહેર કરતાં વધુ ઝડપી પ્રાણ હરનાર બની રહેશે.....,? દેશમાં પ્રથમ કોરોના લહેર ત્રાટકી ત્યારે વિશ્વનો પ્રથમ ભારત દેશ એવો હતો કે જ્યાં લાંબા સમય સુધી lockdown રહ્યુ અને આમ પ્રજાએ સરકારના જાહેર કરેલ લોકડાઉનનુ પૂર્ણ પણે શિસ્તબધ્ધ તાતી પાલન કર્યું તે સાથે વિશ્વભરની  પ્રજાને ભારતના લોકોની સહન શક્તિનો પરિચય આપી દીધો.... અને આ કારણે ભારતમા અન્ય દેશો કરતાં મૃતાક અને કોરોના કેસો ઘણા જ ઓછા નોંધાયા હતા...... પરંતુ કોઈએ એ નોંધ નથી લીધી કે ભારત દેશ સનાતની દેશ છે,રુષિ- મુનિઓએ સિચેલા સંસ્કારોનો દેશ છે. વડવાઓએ અનુભવ અને જીવન જરૂરી પ્રણાલીઓને ગળથૂથીમાં પીવડાવી તેનો દેશ છે... મતલબ કે દુનિયા કે જે તે સરકારો જેને સંગ્રહખોરી કહે છે... તે વર્ષભર ચાલે તેવી જરૂરી ખાદ્યચીજો સહિતની ચીજવસ્તુઓનો સંગ્રહ કરનાર પરિવારનો દેશ છે.તેમજ માનવતા અને ભાતૃભાવના આમ વ્યક્તિમા ઠાંસી ઠાસીને ભરેલી છે.... એટલે ર્ઙ્મષ્ઠાર્ઙ્ઘુહ સમયે આમ માનવી એકબીજાને ખાદ્યખોરાક સહિતની સહા કરવામાં ઊભો રહ્યો હતો.....જે કારણે લોકોડાઉન વિશ્વની ધારણા કરતા વધુ પ્રમાણમાં સફળ રહ્યું હતું....અને આ બધું ભારતની બહાદૂર અને ધૈર્યવાન પ્રજાને આભારી છે......!

દેશમાં lockdown  હટાવવા ની શરૂઆત થઇ ગઇ પરંતુ લોકોના મોં પર ચિંતા વધુ દેખાવા લાગી..... તે સાથે ઓક્ટોબર સુધીમાં કોરોના કંટ્રોલમાં આવી ગયો હતો.... પરંતુ નોકરી, ધંધા, રોજગાર માટેની ચિતા વધી પડી હતી. વિવિધ ઔધ્યોગિક ક્ષેત્રો મંદ પડ્યા, વિવિધ ધંધા-વેપાર બજારોમાં અગાઉ જેવી ડિમાન્ડ ન હતી, રોજગારી મહા મુશ્કેલીથી  મળવાની શરૂઆત થઇ તે સાથે પરિવારની જીવન જરૂરી વાર્ષિક ખાદ્ય ચીજ વસ્તુ સંગ્રહ કરવામાં ઓટ આવી ગઈ.....!! તેને દેશભરમાં અસર કરી અને એ બાબત બીજી કોરોના લહેર ત્રાટકી ત્યારે દેશભરમાં પ્રથમ લહેર સમયે જે ભામાશાઓએ ઠેરઠેર મદદ માટે ડેરા લગાવી દીધા હતા તેમાં ઘણો જ ઘટાડો થઈ ગયાનુ  સ્પષ્ટ નજરમાં આવી રહ્યુ હતુ.....!  આવું થવા પાછળ આમ પ્રજાની આવક ઘટી ગઈ, અનેકોએ નોકરી,ધંધા-રોજગાર ગુમાવ્યા છે... તો સરકાર તરફથી અમેરિકા જેવા દેશોના જેવી સહાય ભારતમાં આમ પ્રજાને આપવામાં આવતી નથી..... અને હવે દેશમાં ત્રીજી આવવાની શક્યતા છે તેવું ડોક્ટરો, તજજ્ઞો, વિશ્વ આરોગ્ય સંસ્થાનું કહેવું છે અને... જો તે આવશે તો ખૂબ હાનિકારક સાબિત થશે.... પણ આ વાતથી ડરાય નહી કારણ જો ત્રીજી લહેર આવે તો.....?! પરંતુ આવે જ નહીં.... તો.....? એટલે ડર ખંખેરી નાખો પરંતુ સાવચેત રહીને આગળ વધો.....!

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449