આણંદ અકસ્માત : પીએમ-સીએમ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરી મૃતકોને રૂપિયા ૨ લાખની સહાય જાહેર કરી

માર્ગ અકસ્માતમાં પ્રત્યેક મૃતક વ્યક્તિને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી ૨ લાખની સહાય આપવાની જાહેરાત કરી છે

ગાંધીનગર, તા. ૧૬

આણંદ જિલ્લાના તારાપુર ઇન્દ્રણજ ગામ નજીક સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે જ પ્રધાનમંત્રીએ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરી મૃતકોને રૂપિયા ૨ લાખની સહાય જાહેર કરી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આણંદ જિલ્લાના તારાપુર ઇન્દ્રણજ ગામ નજીક બુધવારે સવારે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યકત કરી અકસ્માતમાં માર્યા ગયેલા વ્યક્તિઓને રૂ. ૨ લાખની સહાય આપવાની ઘોષણા કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ માર્ગ અકસ્માતમાં જાન ગુમાવનારા પ્રત્યેક મૃતક વ્યક્તિને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી રાજ્ય સરકાર દ્વારા ૨ લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. આ માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને ત્વરિત  અને યોગ્ય મદદ પૂરી પાડવા આણંદ જિલ્લા કલેકટર સાથે તાત્કાલિક ટેલીફોનીક વાતચીત કરી સૂચનાઓ આપી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449