બંગાળની ચૂંટણી રેલીમાં વિવાદિત નિવેદન બદલ મિથુનની પુછપરછ

મંચ પરથી તેઓ પ્રખ્યાત ડાયલોગ ’મારીશ અહીં, લાશ સ્મશાનમાં પડશે’ બોલ્યા હતા જેને લઈ વિવાદ થયો હતો

કોલકાતા, તા. ૧૬

ભારતીય જનતા પાર્ટીના નેતા અને અભિનેતા મિથુન ચક્રવર્તીનો આજે જન્મ દિવસ છે અને આજના દિવસે દ માનિકતલા પોલીસ તેમની વર્ચ્યુઅલ પુછપરછ કરી રહી છે. મિથુન ચક્રવર્તીએ ભાજપની ચૂંટણી રેલી દરમિયાન જે વિવાદિત નિવેદન આપેલું તેને લઈ આ પુછપરછ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા માર્ચના પહેલા સપ્તાહ દરમિયાન અભિનેતા મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાયા હતા. મિથુન ચક્રવર્તીએ કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડ ખાતે ભાજપનો ખેસ પહેર્યો હતો. આ દરમિયાન મંચ પરથી તેઓ પોતાના અનેક ફેમસ ડાયલોગ પણ બોલ્યા હતા. તેમણે કહ્યું હતું કે, હું કોબ્રા છું. કોઈ હક છીનવશે તો હું ઉભો થઈ જઈશ.

આ દરમિયાન મંચ પરથી તેઓ એક ખૂબ જ પ્રખ્યાત ડાયલોગ ’મારીશ અહીં, લાશ સ્મશાનમાં પડશે’ પણ બોલ્યા હતા. વધુમાં તેમણે કહ્યું હતું કે, આ ડાયલોગ જૂનો થઈ ગયો છે અને હવે નવો ડાયલોગ છે ’હું પાણીનો સાપ નથી, હું કોબરા છું. ડંખ મારીશ કામ તમામ થઈ જશે.’ આગળ કહ્યું હતું કે, હું જોલધરા સાપ પણ નથી અને બેલેબોરા સાપ પણ નથી, હું કોબરા છું, એક જ ડંખમાં કામ તમામ કરી દઈશ.

મિથુન ચક્રવર્તીના આ નિવેદનોને લઈને કોલકાતાના માનિકતલા થાણામાં ફરિયાદ નોંધાવાઈ હતી. ફરિયાદમાં મિથુન ચક્રવર્તીની આ હેટ સ્પીચના કારણે જ બંગાળમાં ચૂંટણી બાદ હિંસા થઈ તેવો આરોપ લગાવવામાં આવ્યો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449