જામનગર : ધમકી આપી દુષ્કર્મ આચરનાર શખ્સ ઝડપાયો

જામનગર, તા.૧૬

શહેરમાં રહેતી ૨૫ વર્ષીય શ્રમજીવી પરિણિતા પાસે થોડા દિવસ પૂર્વે તેનો પરિચિત પિન્ટુ મુકેશભાઈ પરમાર નામનો શખ્સ ધસી આવ્યો હતો ત્યારબાદ વાસનાંધ શખ્સે તેણીના બંને બાળકોને મારી નાખવાની ધમકી આપી રીક્ષામાં બેસાડી શહેરની ભાગોળે લઈ ગયો હતો જ્યાં તેણી પર છરી બતાવી ધમકી ઉચ્ચારી દુષ્કર્મ આચર્યુ હોવાની ફરીયાદ નોંધાઈ છે. જેમા ભોગગ્રસ્ત મહિલાની ફરીયાદના આધારે પોલીસે પિન્ટુ મુકેશભાઈ પરમાર સામે ગુનો નોંઘ્યો હતો જ્યારે મહિલા પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ. આર.બી.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ યુ.આર.ભટ્ટ, મદદનીશ ડી.કે.ચૌહાણ સહિતની ટીમે ત્વરીત તપાસ હાથ ધરી હતી. કાલાવડના ખંઢેરા પાસેથી દબોચી લીધો હતો પકડાયેલા શખ્સના કોવિડ પરીક્ષણ માટે તજવિજ હાથ ધરી છે. આરોપીનો કોવિડ રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝીટીવ આવ્યો હોવાનુ જાણવા મળ્યું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449