જામનગર : જંતુનાશક દવાના નામે કરોડોનુ કૌભાંડ આચરી ફરારી શખ્સ ૪ વર્ષે ઝડપાયો

જામનગર, તા.૧૬

જંતુનાશક દવાના વેપારના નામે કરોડો રૂપિયા ઉઘરાવી એક શખ્સ ભૂગર્ભમાં ઉતરી ગયા બાદ ચાર વર્ષે આરોપી હાથ લાગ્યો છે. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. ચાર વર્ષ પૂર્વે રણજીત સાગર રોડ પર અંબિકા એગ્રો સેન્ટર નામે જયેશ જોશી નામના શખ્સે હોલસેલ જંતુનાશક દવાનો વેપાર શરૂ કર્યો હતો. વધુ દવાનો જથ્થો ખરીદ વેચાણ માટે આ શખ્સે મોટી આવકની સ્કીમ ચલાવી જામનગરના અનેક વેપારીઓ સુધી પહોચ્યો હતો. નગરના મોટા વેપારીઓ પાસેથી મોટા પ્રમાણમાં વેપાર કર્યો હતો. વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાનો દવાનો જથ્થો ખરીદ કરી વેપારી જયેશ જોશીએ પોતાની પેઢીને તાળા મારી દીધા હતા અને ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. આ શખ્સે સાત વેપારીઓને સીશામાં ઉતાર્યા હતા. જેમાના એક વેપારીએ આરોપી સામે સીટી એ.ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. લાંબા સમય સુધી ફરાર રહ્યા સમયમાં આરોપીએ રાજકોટ, અમદાવાદ અને જુનાગઢ ખાતે પણ આવુ જ તરકટ રચી કરોડો રૂપિયાનુ કરી નાખ્યુ હોવાનુ સામે આવ્યું હતુ. દરમિયાન આ શખ્સને ભરૂચ પોલીસે પકડી પાડયો હતો અને જામનગર પોલીસને જાણ કરી હતી. જામનગર પોલીસે ભરૂચ પહોચી આરોપીનો કબજો સંભાળી, જામનગર લઈ આવી કોર્ટમાં રજુ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449