ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા ૬૭,૨૦૮ કેસ નોંધાયા

૨૬૫૫૧૯૨૫૧ લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે, ૭૧ દિવસ બાદ એક્ટિવ કેસ ૮ લાખે પહોંચ્યા, કુલ મૃત્યુઆંક ૩ લાખ ૮૧ હજારને પાર

નવી દિલ્હી,તા.૧૭

ભારતમાં કોરોનાના કારણે થયેલા મૃત્યુની સંખ્યા ૩.૮૧ લાખને પાર પહોંચી ગઈ છે. રોજ નોંધાતા મૃત્યુઆંક બે હજારથી નીચે નથી નોંધાતા જે ચિંતાનું મોટું કારણ છે. બીજી તરફ, રાહતની વાત એ છે એક્ટિવ કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ૭૧ દિવસ બાદ એક્ટિવ કેસ ઘટીને ૮ લાખે પહોંચ્યા છે. આ ઉપરાંત દેશમાં કોરોના રિકવરી રેટ ૯૫.૯૩ ટકા થઈ ગયો છે. ગુરુવાર ૧૭ જૂને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૬૭,૨૦૮ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨,૩૩૦ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૯૭,૦૦,૩૧૩ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૨૬,૫૫,૧૯,૨૫૧ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. વિશેષમાં, કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૨ કરોડ ૮૪ લાખ ૯૧ હજાર ૬૭૦ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧,૦૩,૫૭૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૮,૨૬,૭૪૦ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૩,૮૧,૯૦૩ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.  ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ આજે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૬ જૂન, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૩૮,૫૨,૩૮,૨૨૦ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે બુધવારના ૨૪ કલાકમાં ૧૯,૩૧,૨૪૯ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૯૮ કેસ નોંધાયા છે. જેની સામે ૯૩૫ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫ દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૧૨ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૭.૭૮ ટકા છે. અત્યાર સુધીમાં ૨,૧૦,૩૯,૭૧૬ ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. અમદાવાદમાં ૪૮, સુરતમાં ૭૩, વડોદરામાં ૩૧, રાજકોટમાં ૨૩, જૂનાગઢમાં ૧૬, ગીર સોમનાથમાં ૧૪, અમરેલી, આણંદમાં ૧૦-૧૦, જામનગરમાં ૯, પોરબંદરમાં ૮, કચ્છ, વલસાડમાં ૭-૭, ગાંધીનગર, ભરૂચમાં ૬-૬, દેવભૂમિ દ્વારકા, ખેડા, નવસારી, પંચમહાલ, ભાવનગર, સાબરકાંઠામાં ૪-૪, અરવલ્લી, દાહોદ, મહેસાણા, સુરેન્દ્રનગર, પાટણ અને નર્મદામાં ૧-૧ સહિત કુલ ૨૯૮ કેસ નોંધાયા છે. બીજી તરફ, અમદાવાદમાં ૧૨૬, સુરતમાં ૧૪૦, વડોદરામાં ૯૮, રાજકોટમાં ૫૭, ગીર સોમનાથમાં ૬૯, અમરેલીમાં ૫૪, મહેસાણામાં ૪૯, બોટાદમાં ૪૮, જૂનાગઢમાં ૪૦, ભાવનગરમાં ૩૨, બનાસકાંઠામાં ૨૩ સહિત કુલ ૯૩૫ દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. ગુજરાતમાં અત્યારે કુલ ૮૨૪૨ દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં ૨૦૯ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં ૮૦૩૩ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૮૦૩૧૨૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449