માતાની હત્યા કરનારા પુત્રને કોર્ટે ૧૫ વર્ષની સજા ફટકારી

માતા સાથે ઝઘડો થતાં ગળું દબાવીને હત્યા કરી નાખી હતી, લાશના ટુકડા પાળેલા કૂતરાઓને પણ ખવડાવ્યા  

મૈડ્રિડ,તા.૧૭

પોતાની માતાની ક્રૂર રીતે હત્યા કરનારા દીકરાને અંતે સજા ફટકારવામાં આવી છે. લગભગ બે વર્ષ પહેલા સ્પેનના એક શખ્સે પોતાની માતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હવે કોર્ટે તેને ૧૫ વર્ષની સજા ફટકારી છે. સાથોસાથ તેની પર ૬૦ હજાર યૂરો એટલે કે ૫૩ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે આ નાણા તેને પોતાના ભાઈને આપવા માટે કહ્યું છે. સાથોસાથ કોર્ટે લાશના ટુકડા કરવાના ગુના માટે તેને વધુ ૫ મહિનાની સજા સંભળાવી છે. ૨૮ વર્ષીય અલ્બર્ટો સાંચેઝ ગોમેજની ૨૦૧૯માં ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે પોલીસને તેની માતાન ઘરની આસપાસ શરીરના કેટલાક હિસ્સા મળ્યા હતા. લાશના કેટલાક ટુકડા પ્લાસ્ટિકના કન્ટેનરમાં પણ બંધ હતા. કોર્ટે સાંચેજના એ તર્કને ફગાવી દીધા કે હત્યાના સમયે તે એક માનસિક રોગી હતો. આ ઘટના વર્ષ ૨૦૧૯ના ફેબ્રુઆરી મહિનાની છે. રાજધાની મૈડ્રિડના પૂર્વ હિસ્સામાં રહેનારા એક શખ્સે પોલીસને આ ઘટના વિશે જાણકારી આપી હતી. આ શખ્સ સાંચેઝ ગોમેજનો દોસ્ત હતો. કોર્ટમાં ગોમેજે જણાવ્યું કે જ્યારે આ ઘટના બની તે સમયે તે ૨૬ વર્ષનો હતો. ગોમેજે કહ્યું કે ઝઘડો થવાના કારણે તેણે પોતાની માતાનું ગળું દબાવીને હત્યા કરી દીધી. ત્યારબાદ તેની લાશના કાપીને ટુકડા કરી દીધા. બાદમાં તે ટુકડાઓને તેણે ખાધા અને સાથોસાથ પોતાના કૂતરાઓને પણ ખાવા માટે આપ્યા. સરકારી વકીલોએ કોર્ટમાં કહ્યું કે, ગોમેજે પોતાની માતાની લાશના ૧૦૦૦ ટુકડા કરવા માટે ધારદાર હથિયાર અને એક ચાકૂનો ઉપયોગ કર્યો. શરીરના કેટલાક હિસ્સા કન્ટેનરમાં મળ્યા હતા. બે સપ્તાહ સુધી તેણે લાશના ટુકડાઓને ખાધા. તેની સાથે પોતાના કૂતરાઓને પણ ખવડાવ્યા. કોર્ટે ગોમેજના વકીલોના દાવાઓને ફગાવી દીધા હતા કે હત્યાના સમયે તે ‘મનોવૈજ્ઞાનિક રીતે પરેશાન’ હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449