અભિનેત્રી સ્મિતા બંસલ છેલ્લા પાંચ મહિનાથી ઘરે છે

નવો પ્રોજેક્ટ લેવાની સ્મિતા બંસલને જરાય ઉતાવળ નથી, ઘરે રહીને મજા આવી રહી છે : સ્મિતા બંસલ     

મુંબઈ,તા.૧૭

એક્ટ્રેસ સ્મિતા બંસલ છેલ્લે શો ’અલાદ્દીનઃ નામ તો સુના હી હોગા’માં રુખસરના તરીકે જોવા મળી હતી. શો આ વર્ષના જાન્યુઆરી મહિનામાં ઓફ-એર થયો હતો. સ્મિતાએ હજી સુધી કોઈ નવો શો હાથમાં લીધો હતો અને તેને આ માટે જરાય ઉતાવળ નથી. બાલિકા વધુ, નઝર, જાના ના દિલ સે દૂર જેવા શોમાં જોવા મળેલી સ્મિતા બંસલે કહ્યું કે, ’હાલ હું આરામ કરવામાં, પરિવાર સાથે સમય પસાર કરવામાં અને સુરક્ષિત રહેવામાં વ્યસ્ત છું. જ્યારે આશરે બે મહિના મારી દીકરીઓ અને પતિ સાથે જયપુરમાં મારા માતા-પિતા સાથે હતી. અમે એક અઠવાડિયા માટે તેમની સાથે રહેવાનું નક્કી કર્યું હતું પરંતુ ફરીથી ટ્રાવેલિંગ કરવું સુરક્ષિત નહોતું અને તેથી અમે ત્યાં રોકાઈ ગયા હતા તેમજ સારો સમય પસાર કર્યો હતો. મારા પતિ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા હોવાથી કામને લઈને કોઈ તણાવ નહોતો’. મહામારીના કારણે લોકોમાં ઘણું પરિવર્તન આવ્યું છે. સ્મિતાએ કહ્યું, ’મને આ સમયગાળા વિશે મિશ્ર લાગણીઓ છે જે આટલી અણધારી રહી છે. પહેલીવાર જ્યારે લોકડાઉ થયું ત્યારે અમે ચોંકી ગયા હતા. પરંતુ બાદમાં પરિવાર સાથે સમય પસાર કરવો તે અમારા માટે આશીર્વાદ સમાન રહ્યો. મેં મારી દીકરીઓ સાથે ઘણો સમય પસાર કર્યો હતો. ગયા વર્ષે, જૂન મહિનામાં મારું કામ ફરીથી શરૂ થઈ ગયું હતું અને મારે સેટ પર પાછા જવું પડ્યું હતું. કેસ વધતાં તે જોખમકારક હતું પરંતુ અમને સાવચેતી રાખવાની આદત પડી ગઈ હતી. દીકરીઓ વિશે વાત કરતાં એક્ટ્રેસે કહ્યું કે, ’મારી દીકરી આગળના અભ્યાસ માટે યૂકે ટ્રાવેલિંગ કરી રહી છે તેથી તેની સાથે વધારે સમય પસાર કરવો તે જરૂરિયાત હતી. અગાઉ તેણે અભ્યાસ માટે વિદેશમાં ટ્રાવેલિંગ કરવું કે કેમ તે બાબતે અમને ખાતરી નહોતી, પરંતુ અમે તેને જવા દેવાનું નક્કી કર્યું. અમારા ઘણા સંબંધીઓ ત્યાં છે, તેથી તે તેમની સાથે રહેશે. તેથી મને તેની ચિંતા નથી’, તેમ સ્મિતાએ કહ્યું. કામ પર પાછા ફરવા અંગે વાત કરતાં એક્ટ્રેસે કહ્યું કે, ’અગાઉ હું તેવી વ્યક્તિ હતી જે આરામ કરવા માગતી નહોતી અને હું આરામ કરી રહી છું અને મને મજા આવી રહી છે. હું એક શોમાંથી બીજા શોમાં કૂદકો મારવામાં માનતી નથી. હું આ વચ્ચે થોડો ગેપ લેવાનું પસંદ કરું છું. તમામ શૂટિંગ બીજા શહેરોમાં શિફ્ટ થયા છે તેથી ઘરે રહેવું તે વધારે સારું રહેશે. હું કામને ખરેખર મિસ નથી કરી રહી પરંતુ ઘરે મને મજા આવી રહી છે. પ્રોજેક્ટની ઓફર આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449