હિમેશ રેશમિયાની ૧૫ વર્ષ જૂની તસવીર વાયરલ થઈ

જીના ઈસી કા નામ હૈના સ્ટેજ પરની તસવીર વાયરલ, હિમેશ રેશમિયા અલ્કા યાજ્ઞિક સાથે જોવા મળ્યો

મુંબઈ,તા.૧૭

હિમેશ રેશમિયાએ હાલમાં જ નવા ટ્રેકથી ફેન્સને ઈમ્પ્રેસ કર્યા હતા. તેનું નવું ટાઈટલ ટ્રેક ’સૂરુર ૨૦૨૧’ પાંચ દિવસ પહેલા રિલીઝ થયું હતું અને તે ફેન્સને એટલું પસંદ આવ્યું કે સિંગર તે આખા દિવસ દરમિયાન ટિ્‌વટર ટ્રેન્ડ થયો હતો. હવે તે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. વાત એમ છે કે સોશિયલ મીડિયા પર તેની સિંગર અલ્કા યાજ્ઞિક સાથેની તસવીર વાયરલ થઈ રહી છે. સિંગરની જે તસવીર વાયરલ થઈ છે તેમાં ચેક્સ વ્હાઈટ શર્ટ અને પેન્ટમાં જોવા મળી રહ્યો છે. તે અલ્કા યાજ્ઞિકની બાજુમાં ઉભો રહીને પોઝ આપી રહ્યો છે. અલ્કા યાજ્ઞિક હંમેશાની જેમ ઓરેન્જ ટ્રેડિશનલ ડ્રેસમાં સુંદર લાગી રહ્યા છે. હિમેશ રેશમિયા અને અલ્કા યાજ્ઞિકની આ તસવીર આશરે ૧૫ વર્ષ જૂની એટકે કે ૨૦૦૬ દરમિયાનની છે. હિમેશ ટીવી શો ’જીના ઈસી કા નામ હૈ’ના સ્ટેજ પર પહોંચ્યો હતો. બાદમાં તે અને અલ્કા યાજ્ઞિક ઈન્ડિયન આઈડલ સહિત ઘણા શોમાં સાથે જોવા મળ્યા હતા. મ્યૂઝિક કમ્પોઝરની આ તસવીર જોયા બાદ ફેન્સને લાગી રહ્યું છે કે, હિમેશ રેશમિયાની ઉંમર વધવાના બદલે ઘટી રહી છે. ૧૫ વર્ષ જૂની તસવીર હોવાનો અર્થ એ છે કે તે સમયે હિમેશ ૩૨ વર્ષનો હતો અને ત્યારથી અત્યારસુધીમાં તેનામાં ઘણો ફેરફાર આવી ચૂક્યો છે. એક યૂઝરે કોમેન્ટ કરી છે કે, ’ટાઈમની સાથે તેની ઉંમર ઓછી થઈ રહી છે’. બીજાએ લખ્યું છે કે, ’ઉંમર અને આપણા લેજેન્ડરી ૐઇનું કમ્પોઝિશન લેવલ બંને સારું થઈ રહ્યું છે. હિંમેશ રેશમિયાના પ્રોફેશનલ વર્ક ફ્રંટની વાત કરીએ તો, હાલ તે સિંગિંગ રિયાલિટી શો ’ઈન્ડિયન આઈડલ ૧૨’ જજ કરી રહ્યો છે. જેમાં તેની સાથે અનુ મલિક પણ જોવા મળી રહ્યા છે. હિમેશ રેશમિયા અત્યારસુધીમાં ૭૦૦ જેટલા સોન્ગ કમ્પોઝ કરી ચૂક્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449