આખરે કરણી સેનાના રાજ શેખાવતની ધરપકડ કરાઈ

અટકાયત બાદ કોઈ ઘટના ન સર્જાય તે માટે પોલીસ મથક ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો 

અમદાવાદ,તા.૧૭

અમરેલી એસપી વિરુદ્ધ જાહેરમાં વિવાદિત ભાષણ કરવાના આરોપીમાં કરણી સેનાના રાજ શેખવાતની ચોટીલા પોલીસે ધરપકડ કરી છે. કાઠી સંમલેન દરમ્યાન પોલીસ વિરુદ્ધના ભાષણને લઈને આ કાર્યવાહી કરાઈ છે. રાજ શેખાવાતને ચોટીલા પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો છે. રાજ શેખાવતે અમરેલી એસપી સામે અભદ્ર શબ્દનો ઉપયોગ કર્યો હતો.  સુરેન્દ્રનગર ચોટીલા ખાતે બે મહિના અગાઉ એક સંમેલન યોજાયુ હતું. જેમાં કરણી સેનાના રાજ શેખાવતે જાહેરમાં એસલી નિર્લિપ્ત રાય વિરુદ્ધ અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હતો. સુરજદેવળ મંદિર ખાતે એક કાર્યક્રમમાં અપમાનજનક નિવેદન કર્યું હતું. જે બાદ પોલીસે આજે તેની અટકાયત કરી છે. અટકાયત બાદ કોઈ ઘટના ન સર્જાય તે માટે પોલીસ મથક પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. અમે જોઈ લઈશું અમરેલીના એસપીમાં કેટલી તાકાત છે. ફૌજી માણસ છું, જે બોલું છું તે કરું છું. સંવિધાનનો સહારો લઈને મારા સમાજને દબાવે છે. એકવાર યુનિફોર્મ લઈને આવી જા, સામસામે લડી લઈએ. શેખાવત એકલો ભારે પડશે. આ એ સમાજ છે જેણે ઈતિહાસ રચ્યો છે, જેણે બલિદાન આપ્યા છે. તુ યુનિફોર્મમાં છે એટલે બચી ગયો છે, બાકી તો ગુમ થઈ ગયો હોત.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449