ગ્લેમર ફિલ્ડ એક્ટિંગમાં જવાની ઇચ્છા

ગ્લેમરસ દુનિયામાં મજબુતી સાથે આગળ વધવા માટે ખુબ મહેનત કરવી પડે છે : એનએસડીમાં પ્રવેશ મેળવી ભાગ્ય અજમાવી શકાય છે

કલાકાર બનવાની ઇચ્છા આધુનિક સમયમાં તમામ લોકોની છે. કારણ કે આ ગ્લેમરસ દુનિયામાં પૈસાની સાથે સાથે નામ પર ખુબ થવાની શક્યતા છે. જો કે આના માટે પ્રવેશ કરતા પહેલા કેટલીક બાબતોને જાણી લેવામાં આવે તે જરૂરી છે. આધુનિક સમયમાં દરેકમાં એક્ટિંગને લઇને કિડા હોય છે. ગ્લેમરસ દુનિયામાં પ્રવેશ કરવાની તમામની ઇચ્છા હોય છે. જો કે આ ફિલ્ડમાં પ્રવેશ કરવા ઇચ્છુક અને કેરિયર બનાવવા માટે ઇચ્છુક દરેક વ્યક્તિને ખુબ મહેનત કરવી પડે છે. તે બાબત સમજી લેવાની જરૂર છે. ફિલ્મી સ્ક્રીન પર ખુબસુરત અને ગ્લેમર દેખાવવા માટે ખુબ મહેનત છુપાયેલી છે. પરદા પર અથવા તો થિયેટરમાં શાનદાર દેખાવવા માટે મહેનત છુપાયેલી છે. જો આપ પણ એક્ટિંગમાં રસ ધરાવો છો તો રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય (એનએસડી)એ દેશને મોટા મોટા અભિનેતા અને કલાકારો આપ્યા છે. જો તમે પણ આ ફિલ્ડમાં ઉતરવા માટે ઇચ્છુક છો તો એનએસડીના વારાણસી કેન્દ્રની તરફથી ભારતીય શાસ્ત્રીય નાટ્ય કલામાં સત્ર ૨૦૧૮-૧૯માં એક વર્ષના કોર્સમાં ભાગ લઇ શકો છો. પાઠ્યક્રમમાં કુલ ૨૦ સીટો રહેલી છે. તેમાં અભ્યાસના માધ્યમ તરીકે અંગ્રેજી અને હિન્દી છે. પ્રવેશ ઇન્ટરવ્યુ મારફતે આપવામાં આવે છે. કેટલાક પસંદ કરવામાં આવેલા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પણ આપવામાં આવે છે. અરજી કરી રીતે કરી શકાય છે તે અંગે પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં નિષ્ણાત લોકો કહે છે કે કોઇ પણ માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જોઇએ. આ ઉપરાંત માતૃભાષામાં કુશળતા અને હિન્દી અને અંગ્રેજીની પુરતી માહિતી રહે તે જરૂરી છે. બીજી બાજુ ઓછામાં ઓછા ચાર નાટકમાં ભાગીદારી અને રંગમંચની માહિતી હોય તે પણ જરૂરી છે. વયની વાત કરવામાં આવે તો પહેલી જુન ૨૦૧૮ સુધી લઘુતમ વય ૧૮ અને વધારેમાં વધારે વય ૩૦ વર્ષની હોય તે જરૂરી છે. અરજી પત્ર ઓફિસની વેબસાઇટ્‌સ પર સરળ રીતે ઉપલબ્ધ છે. આ ફોર્મ એનએસડીની  વેબસાઇટ ડબલ્યુડબલ્યુડબલ્યુ એનએસડી ડોટ ગોવ ડોટ ઇનથી પણ ડાઉનલોડ કરવામાં આવે છે. પરંતુ આને ૧૫૦ રૂપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે રજ કરવાની જરૂર હોય છે. ડિમાન્ડ ડ્રાફ્ટ નેનલ સ્કુલ ઓફ ડ્રામા, કેમ્પ ઓપિસ નવી દિલ્હીના સરનામે તૈયાર કરવાની જરૂર હોય છે. અરજી કરનાર વ્યક્તિ કોઇ પણ બેંકના ૧૫૦ રૂપિયાના ડ્રાફ્ટ મોકલી શકે છે. અરજી ફોર્મ બીજી જુલાઇથી ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યા છે. અરજી કરનાર ઇચ્છુક આને લઇને સાવધાન રહી શકે છે. એનએસડી પુસ્તક પણ ઉપલબ્ધ છે. એનએસડીમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને અન્ય કોઇ સંસ્થામાં પ્રવેશ મેળવી લેવાની કોઇ મંજુરી આપવામાં આવતી નથી. અભ્યાસક્રમ ચાલુ હોય છે ત્યારે અહીં અભ્યાસ કરનાર ઉમેદવાર અન્ય કોઇ જગ્યાએ નોકરી મેળવવા માટેના પ્રયાસ કરી શકે નહી. પ્રોફેશનલ મંચ, રેડિયો, ટેલિવીઝન અને ફિલ્મમાં પણ કામ કરવાની મંજુરી આપવામાં આવતી નથી. પસંદ કરવામાં આવેલા ઉમેદવારને રહેવા અને ખાવા પીવાની વ્યવસ્થા પોતે પોતાની રીતે કરવાની હોય છે. કોર્સના ગાળા દરમિયાન રામલીલા, રાસલીલા, નાટક, ભવાઇ, કથકલ, તમાસા સહિતની માહિતી આપવામાં આવે છે. ફોક થિયેટરના સંબંધમાં પણ માહિતી આપવામાં આવે છે. અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી લીધા બાદ પરીક્ષામાં પાસ થવા માટે ઓછામાં ઓછા ૯૦ ટકા હાજરી જરૂરી હોય છે. વિદ્યાર્થીઓને જુદા જુદા ગ્રુપ માટે ૭૫ ટકા કમ સે કમ હાજરી જાળવવાની જરૂર હોય છે. એટલે કે અભિનય, પ્રોડક્શન, સાહિત્ય મંચ અને ભાષણ જેવી બાબત પર ધ્યાન રાખવાની જરૂર હોય છે.ક્લાસમાં ત્રણ દિવસની ગેરહાજરીને એક દિવસ માટે પર્ણ ગેરહાજરી તરીકે ગણવામાં આવે છે. જરૂરી સ્તર પર હાજરી પર્ણ ન હોવાની સ્થિતીમાં કોઇ પણ કિંમતે ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવાની મંજુરી આપવામાં આવતી નથી. સાથે સાથે આવા ઉમેદવારને અભ્યાસમાં જારી રહેવાના અધિકાર આપવામાં આવતા નથી. આ પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી અનેક ટોપ સ્ટાર તૈયાર થઇને નિકળી ચુક્યા છે. જેથી તેની લોકપ્રિયતા પણ રહેલી છે. શિસ્તને પ્રાથમિકતા આપવામાં આવે છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449