MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

સોનાના વાયદાના ભાવમાં રૂ.૬૭૯ અને ચાંદીમાં રૂ.૭૧૯નો સાપ્તાહિક ધોરણે ઉછાળો

સપ્તાહ દરમિયાન બુધવારે ક્રૂડ તેલના ઓપ્શન્સમાં રૂ.૬,૧૦૩.૪૩ કરોડનું ઉચ્ચતમ કામકાજ નોંધાયુઃ મેન્થા તેલ, ક્રૂડ તેલના વાયદામાં નરમાઈનો માહોલઃ કોટનમાં સેંકડા વધ્યાઃ કપાસ, સીપીઓ, રબરમાં વૃદ્ધિઃ બુલડેક્સ ફ્‌યુચર્સમાં ૨૬૯ પોઈન્ટ અને મેટલડેક્સ ફ્‌યુચર્સમાં ૨૨૨ પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્‌યુચર્સમાં ૯ થી ૧૫ જુલાઈના સપ્તાહ દરમિયાન ૧૮,૯૬,૯૧૦ સોદાઓમાં કુલ રૂ.૧,૬૨,૯૮૩.૨૮ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૬૭૯ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૭૧૯ ઊછળ્યો હતો. સીસા સિવાયની તમામ બિનલોહ ધાતુઓ વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસમાં નરમાઈનો માહોલ હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધ્યા હતા. કપાસ, સીપીઓ અને રબરમાં વૃદ્ધિ સામે મેન્થા તેલ ઢીલું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના વાયદામાં ૨૬૯ પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના વાયદામાં ૨૨૨ પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર ૨,૮૯,૯૨૩ સોદાઓમાં રૂ.૨૯,૩૧૭.૯૨ કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.૩,૯૨૬.૬૦ કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.૨૩૦.૬૭ કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.૨૫,૧૫૬.૨૬ કરોડનાં કામકાજ થયાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે સપ્તાહ દરમિયાન બુધવારે ક્રૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્‌સમાં ૬૪,૭૩૩ સોદાઓમાં રૂ.૬,૧૦૩.૪૩ કરોડનું ઉચ્ચતમ કામકાજ નોંધાયું હતું, જેમાં ક્રૂડ તેલના કોલ ઓપ્શન્સનો હિસ્સો રૂ.૩,૦૯૪.૩૪ કરોડનો અને પુટ ઓપ્શન્સનો હિસ્સો રૂ.૩,૦૦૯.૦૯ કરોડનો હતો.

કીમતી ધાતુઓમાં એમસીએક્સ પર સોના-ચાંદીમાં ૭,૩૩,૨૨૨ સોદાઓમાં કુલ રૂ.૪૮,૨૭૧.૬૯ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.૪૭,૮૪૪ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૪૮,૫૦૧ અને નીચામાં રૂ.૪૭,૪૭૭ સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.૬૭૯ વધી રૂ.૪૮,૪૦૦ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ ૮ ગ્રામદીઠ રૂ.૪૬૧ વધી રૂ.૩૮,૭૦૧ અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૂ.૫૪ વધી રૂ.૪,૭૭૫ના ભાવે બંધ થયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો ૧ કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.૬૮,૭૮૯ સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૭૦,૦૧૭ અને નીચામાં રૂ.૬૮,૪૨૫ સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.૭૧૯ વધી રૂ.૬૯,૬૮૧ બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં ૬,૬૫,૪૫૧ સોદાઓમાં કુલ રૂ.૫૦,૬૨૫.૨૩ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.૫,૪૬૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૫,૬૩૦ અને નીચામાં રૂ.૫,૩૩૧ સુધી જઈ, સપ્તાહનાં અંતે ૧ બેરલદીઠ રૂ.૪૨ ઘટી રૂ.૫,૩૮૧ બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો ૧ એમએમબીટીયૂદીઠ રૂ.૪.૪૦ ઘટી રૂ.૨૭૧.૧૦ બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૧૬,૪૫૨ સોદાઓમાં રૂ.૨,૧૩૦.૮૨ કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.૧,૨૮૨.૫૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૧૩૪૬.૫૦ અને નીચામાં રૂ.૧૨૮૨.૫૦ સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.૫૫.૫૦ વધી રૂ.૧,૩૪૩.૫૦ બંધ થયો હતો. આ સામે રબર જુલાઈ વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૬,૯૦૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૧૬,૯૬૦ અને નીચામાં રૂ.૧૬,૭૫૨ સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.૧ વધી રૂ.૧૬,૮૪૮ના ભાવે બંધ થયો હતો. સીપીઓ જુલાઈ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧,૦૧૫ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૧૦૮૨.૮૦ અને નીચામાં રૂ.૧૦૧૨.૫૦ સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.૬૮ વધી રૂ.૧૦૭૯.૧૦ બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ ૧ કિલોદીઠ રૂ.૫૮.૫૦ ઘટી રૂ.૯૫૭ અને કોટન જુલાઈ કોન્ટ્રેક્ટ ૧ ગાંસડીદીઠ રૂ.૪૧૦ વધી રૂ.૨૫,૫૮૦ બંધ થયો હતો.

કામકાજની દષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં ૧,૮૨,૮૦૯ સોદાઓમાં રૂ.૨૫,૭૫૯.૦૩ કરોડનાં ૫૩,૬૬૬.૭૧૭ કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં ૫,૫૦,૪૧૩ સોદાઓમાં કુલ રૂ.૨૨,૫૧૨.૬૬ કરોડનાં ૩,૨૪૫.૬૩૩ ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં ૧,૮૬,૬૧૨ સોદાઓમાં રૂ.૨૦,૦૩૭.૪૩ કરોડનાં ૩,૬૪,૫૩,૪૦૦ બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં ૪,૭૮,૮૩૯ સોદાઓમાં રૂ.૩૦,૫૮૭.૮૦ કરોડનાં ૧,૧૧,૧૧,૫૮,૭૫૦ એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં ૧૨૨ સોદાઓમાં રૂ.૩.૪૭ કરોડનાં ૫૨૮ ટન અને કોટનના વાયદાઓમાં ૩,૫૩૩ સોદાઓમાં રૂ.૩૯૩.૫૨ કરોડનાં ૧૫૪૬૨૫ ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં ૧,૨૫૧ સોદાઓમાં રૂ.૫૪.૨૦ કરોડનાં ૫૫૦.૦૮ ટન, રબરના વાયદાઓમાં ૧૮૨ સોદાઓમાં રૂ.૩.૪૨ કરોડનાં ૨૦૩ ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં ૧૧,૩૬૪ સોદાઓમાં રૂ.૧,૬૭૬.૨૧ કરોડનાં ૧,૫૯,૫૪૦ ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં ૧૬,૮૦૨.૨૮૪ કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં ૪૪૦.૯૪૭ ટન, ક્રૂડ તેલમાં ૫,૮૪,૦૦૦ બેરલ અને નેચરલ ગેસમાં ૨,૨૭,૬૧,૨૫૦ એમએમબીટીયૂ તેમ જ કપાસમાં ૧૪૦ ટન, કોટનમાં ૧૭૪૨૨૫ ગાંસડી, મેન્થા તેલમાં ૪૨૪.૪૪ ટન, રબરમાં ૧૦૦ ટન, સીપીઓમાં ૮૮,૧૭૦ ટનના સ્તરે રહૃાો હતો.

ઈન્ડેક્સ ફ્‌યુચર્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન ૧૮,૪૭૨ સોદાઓમાં રૂ.૧,૫૦૯.૯૧ કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં ૯,૩૪૦ સોદાઓમાં રૂ.૭૫૦.૫૯ કરોડનાં ૧૦,૧૬૯ લોટ્‌સ અને મેટલડેક્સ વાયદામાં ૯,૧૩૨ સોદાઓમાં રૂ.૭૫૯.૩૨ કરોડનાં ૯,૯૩૫ લોટ્‌સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં ૧,૧૩૨ લોટ્‌સ અને મેટલડેક્સ વાયદામાં ૮૭૮ લોટ્‌સના સ્તરે રહૃાો હતો. બુલડેક્સ જુલાઈ વાયદો ૧૪,૭૦૯ના સ્તરે ખૂલી, ઊપરમાં ૧૪,૮૯૯ અને નીચામાં ૧૪,૬૩૦ના સ્તરને સ્પર્શી, ૨૬૯ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૧૭૯ પોઈન્ટ વધી ૧૪,૮૬૯ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જુલાઈ વાયદો ૧૫,૧૭૫ના સ્તરે ખૂલી, ૨૨૨ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૨૧૬ પોઈન્ટ વધી ૧૫,૩૪૫ના સ્તરે પહોંચ્યો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449