MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈઃ ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો

બુલડેક્સ ફ્યુચર્સમાં ૮૪ પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં ૧૧૩ પોઈન્ટની મૂવમેન્ટઃ કોટનના વાયદાના ભાવમાં સુધારો

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં ૧,૩૬,૩૨૫ સોદાઓમાં કુલ રૂ.૧૧,૮૪૮.૩૯ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જુલાઈ વાયદામાં ૮૪ પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જુલાઈ વાયદામાં ૧૧૩ પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં ૬૦,૧૮૪ સોદાઓમાં કુલ રૂ.૪,૪૩૪.૦૭ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.૪૮,૦૮૩ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૪૮,૧૭૦ અને નીચામાં રૂ.૪૭,૮૭૦ સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.૬૫ ઘટી રૂ.૪૭,૯૮૮ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ ૮ ગ્રામદીઠ રૂ.૬૧ ઘટી રૂ.૩૮,૪૪૮ અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૂ.૯ ઘટી રૂ.૪,૭૪૧ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૮,૧૩૨ના ભાવે ખૂલી, રૂ.૭૨ ઘટી રૂ.૪૭,૯૬૮ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો ૧ કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.૬૮,૧૨૧ દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૬૮,૧૨૧ અને નીચામાં રૂ.૬૭,૫૫૦ સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.૫૩૯ ઘટી રૂ.૬૭,૭૮૦ બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.૪૯૩ ઘટી રૂ.૬૮,૦૫૯ અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.૫૦૧ ઘટી રૂ.૬૮,૦૫૨ બોલાઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં ૪૫,૯૬૩ સોદાઓમાં કુલ રૂ.૩,૨૯૪.૭૨ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.૫,૩૧૭ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૫,૩૪૪ અને નીચામાં રૂ.૫,૧૯૬ સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં ૧ બેરલદીઠ રૂ.૧૫૮ ઘટી રૂ.૫,૨૧૮ બોલાયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૨,૫૮૩ સોદાઓમાં રૂ.૨૭૯.૬૬ કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.૧,૩૭૫.૫૦ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૧૩૭૫.૫૦ અને નીચામાં રૂ.૧૩૬૨ સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.૨ વધી રૂ.૧,૩૬૬.૫૦ બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જુલાઈ વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૭,૦૫૦ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૧૭,૮૮૦ અને નીચામાં રૂ.૧૭,૦૫૦ સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.૪૬૨ વધી રૂ.૧૭,૪૭૧ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જુલાઈ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧,૦૯૧ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૧૧૦૮ અને નીચામાં રૂ.૧૦૮૮.૫૦ સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.૪.૪૦ વધી રૂ.૧૦૯૬.૬૦ બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ ૧ કિલોદીઠ રૂ.૪.૩૦ વધી રૂ.૯૬૧.૨૦ અને કોટન જુલાઈ કોન્ટ્રેક્ટ ૧ ગાંસડીદીઠ રૂ.૨૦ વધી રૂ.૨૫,૯૨૦ બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં ૧૫,૮૬૦ સોદાઓમાં રૂ.૨,૪૯૦.૫૮ કરોડનાં ૫,૧૮૭.૩૬૬ કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં ૪૪,૩૨૪ સોદાઓમાં કુલ રૂ.૧,૯૪૩.૪૯ કરોડનાં ૨૮૫.૭૯૬ ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં ૧૫,૫૯૯ સોદાઓમાં રૂ.૧,૪૯૪.૪૨ કરોડનાં ૨૮,૩૭,૦૦૦ બેરલનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં ૭ સોદાઓમાં રૂ.૦.૧૯ કરોડનાં ૨૮ ટન અને કોટનના વાયદાઓમાં ૬૨૧ સોદાઓમાં રૂ.૬૩.૦૯ કરોડનાં ૨૪૨૫૦ ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં ૩૭૯ સોદાઓમાં રૂ.૧૪.૫૫ કરોડનાં ૧૪૯.૪ ટન, રબરના વાયદાઓમાં ૯૭ સોદાઓમાં રૂ.૨ કરોડનાં ૧૧૫ ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં ૧,૪૭૯ સોદાઓમાં રૂ.૧૯૯.૮૩ કરોડનાં ૧૮,૨૦૦ ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં ૧૬,૪૨૫.૨૮૭ કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં ૬૨૯.૪૬૫ ટન, ક્રૂડ તેલમાં ૬,૪૦,૨૦૦ બેરલ તેમ જ કપાસમાં ૧૮૦ ટન, કોટનમાં ૧૭૪૩૫૦ ગાંસડી, મેન્થા તેલમાં ૪૫૨.૧૬ ટન, રબરમાં ૧૦૮ ટન, સીપીઓમાં ૮૫,૨૫૦ ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં ૧,૬૨૪ સોદાઓમાં રૂ.૧૩૪.૦૩ કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં ૭૨૫ સોદાઓમાં રૂ.૫૮.૧૯ કરોડનાં ૭૯૩ લોટ્‌સ અને મેટલડેક્સ વાયદામાં ૮૯૯ સોદાઓમાં રૂ.૭૫.૮૪ કરોડનાં ૯૮૪ લોટ્‌સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં ૧,૫૬૮ લોટ્‌સ અને મેટલડેક્સ વાયદામાં ૯૪૭ લોટ્‌સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જુલાઈ વાયદો ૧૪,૭૧૭ના સ્તરે ખૂલી, ઊપરમાં ૧૪,૭૩૦ અને નીચામાં ૧૪,૬૪૬ના સ્તરને સ્પર્શી, ૮૪ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૪૨ પોઈન્ટ ઘટી ૧૪,૬૭૬ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જુલાઈ વાયદો ૧૫,૪૨૫ના સ્તરે ખૂલી, ૧૧૩ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૧૦૨ પોઈન્ટ ઘટી ૧૫,૩૬૮ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં ૧૧,૯૩૨ સોદાઓમાં રૂ.૧,૧૯૯.૭૪ કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.૩૦૦.૯૯ કરોડ, ચાંદી તથા ચાંદી-મિની (૫ કિ.ગ્રા.)ના કોલ અને પુટ ઓપ્શન્સમાં મળીને રૂ.૪૩.૪૧ કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.૮૫૪.૬૧ કરોડનાં કામકાજ થયાં હતાં.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્‌સમાં સોનું જુલાઈ રૂ.૪૮,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૯૫ ખૂલી, ઊપરમાં રૂ.૪૧૯ અને નીચામાં રૂ.૨૮૧ રહી, અંતે રૂ.૩૮.૫૦ ઘટી રૂ.૩૪૧ થયો હતો. જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.૭૦,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ કિલોદીઠ રૂ.૧,૨૭૦ ખૂલી, ઊપરમાં રૂ.૧,૨૭૦ અને નીચામાં રૂ.૧,૦૫૯ રહી, અંતે રૂ.૧૬૬.૫૦ ઘટી રૂ.૧,૧૧૩ થયો હતો. આ સામે આજથી નવો શરૂ થયેલો ચાંદી-મિની (૫ કિ.ગ્રા.)નો રૂ.૬૮,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓગસ્ટ કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧,૯૯૯.૫૦ના ભાવે ખૂલી, નીચામાં રૂ.૧,૬,૭૫ સુધી જઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૯.૫૦ વધી રૂ.૧,૭૬૭.૫૦ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે ચાંદી-મિનીનો રૂ.૬૭,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓગસ્ટ પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧,૦૦૧.૫૦ના ભાવે ખૂલી, ઊપરમાં રૂ.૧,૨૨૫.૫૦ અને નીચામાં રૂ.૧,૦૦૧.૫૦ સુધી જઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૦૩ વધી રૂ.૧,૧૩૧ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.૫,૩૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ બેરલદીઠ રૂ.૧૯૯.૨૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૩૭ અને નીચામાં રૂ.૧૭૩ રહી, અંતે રૂ.૬૯.૭૦ ઘટી રૂ.૧૮૨.૫૦ થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું જુલાઈ રૂ.૪૭,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૬૦ ખૂલી, ઊપરમાં રૂ.૭૪.૫૦ અને નીચામાં રૂ.૫૦ રહી, અંતે રૂ.૧૩.૫૦ વધી રૂ.૭૦.૫૦ થયો હતો. જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.૬૫,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ કિલોદીઠ રૂ.૭૧૮.૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૮૫૦ અને નીચામાં રૂ.૭૦૯.૫૦ રહી, અંતે રૂ.૧૯૭ વધી રૂ.૮૦૭ થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.૫,૩૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ બેરલદીઠ રૂ.૨૧૧ ખૂલી, ઊપરમાં રૂ.૨૬૨.૮૦ અને નીચામાં રૂ.૨૦૬ રહી, અંતે રૂ.૭૪.૮૦ વધી રૂ.૨૫૧.૧૦ થયો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449