શેરબજારમાં સતત બીજા દિવસે કડાકોઃ સેન્સેક્સ ૩૫૪ અંક ગબડ્યો

મુંબઇ,તા.૨૦

આજે ભારતીય શેરબજારમાં ચારેયાબાજુથી વેચવાલીનું દબાણ હોવાથી બજાર સતત બીજા દિવસે નીચા મથાળે બંધ થયું. બીએસઇ ખાતે સેન્સેક્સ ૩૫૪.૮૯ અંક એટલે કે ૦.૬૮ ટકાના ઘટાડા સાથે ૫૨,૧૯૮.૫૧ની સપાટી પર બંધ રહ્યું છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (દ્ગજીઈ) ખાતે નિફ્ટી ૧૨૦.૩૦ અંક એટલે કે ૦.૬ અંક ઘટીને ૧૫૬૩૨.૧૦ની સપાટી પર બંધ રહી છે.

નિષ્ણાતોનું કહેવું છે કે કોરોનાની ત્રીજી લહેરના ફફડાટના લીધે બજાર તૂટી રહ્યું છે. રિઅલટી અને મેટલ સેકટરોમાં મોટો ઘટાડો નોંધાયો છે.

છેલ્લાં બે દિવસથી બજાર સતત તૂટી રહ્યું છે. ગઇકાલે પણ બીએસઇ ખાતે સેન્સેક્સ ૫૮૬.૬૬ અંકના ૧.૧૦ ટકા કડાકા સાથે ૫૨,૫૫૩.૪૦ પર બંધ રહ્યો હતો. બીજી બાજુ, નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૧૭૧.૦૦ પોઇન્ટ એટલે કે, ૧.૦૭ ટકાના ઘટાડા સાથે ૧૫,૭૫૨.૪૦ પર બંધ રહ્યો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449