રાજકીય પક્ષો પ્રત્યે પ્રજાની નારાજગી શામાટે વધતી જઈ રહી છે......?

(જી.એન.એસ.,હર્ષદ કામદાર)

દેશમાં કોરોનાના કેસોમા ધરખમ ઘટાડો થતાં જ કોરોના કાળમાં હોમક્વોરોન્ટાઇન રહેલા રાજકારણીઓ મેદાનમાં આવી ગયા છે.જો કે મોટા ભાગના નેતાઓ ચુટાયા પછી આમ પ્રજાથી દૂર જ રહેતા હોય છે...! દેશનું નાનુ કે મોટું કોઈ પણ રાજ્ય હોય ત્યાના મહત્વાકાંક્ષી રાજકારણીઓએ પોતાના મતલબી ફુંફાડા મારવાનું શરૂ કરી દીધું છે. પછી તે ભાજપના હોય કે કોંગ્રેસના કે પછી કોઇપણ પક્ષના. કોંગ્રેસના બળવાખોરીએ વરવુ રૂપ ધારણ કર્યું છે જે રૂપ અસમંસતા ભર્યુ હોય છે... તો શિસ્તબધ્ધ કહેવાતા ભાજપની શિસ્તના યુપીમાં ધજીયા ઉડ્યા છે. અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીને ગ્રામ્ય વિસ્તારોની સ્થાનિક ચૂંટણીઓમાં મોટી સફળતા મળતા તેનો પક્ષ હવામાં ઊડવા લાગ્યો છે. ત્યારે માયાવતી બસપાની એકલપંડે ચૂંટણી લડવાનું બ્યુગલ બજાવવાની જીદને લઈને વિપક્ષો એક જૂટ થઈ જશે તેવા પ્રજાના વિશ્વાસ પર પાણી ફેરવી દીધું છે. પરંતુ કોઈપણ પક્ષ કે  તેના નેતાગણ એ બાબતો સમજવા તૈયાર નથી તે રાજકીય ઊથલપાથલોથી આમ પ્રજા નારાજ છે. પ્રજાને નડતી ત્રાસદાયી મોંઘવારી, બેરોજગારી, સરકારી સ્વાસ્થ્ય સુવિધાઓ  બાબતે તથા પ્રજાહિતના અન્ય પ્રશ્નો બાબતે કોંગ્રેસ સિવાય કોઈપણ પક્ષ વિરોધ કરતા નથી કે પ્રદર્શનો કરતા નથી. જોકે કેજરીવાલની આમ આદમી પાર્ટી મોટા પ્રમાણમાં વિરોધ કરે છે તો ઓવૈસીનો પક્ષ એકાદ બે રાજ્યમા  દેખાવો કરતા રહે છે. પરંતુ તેઓની મર્યાદિત સંગઠન શક્તિ છે જે એકાદ બે રાજ્યો પૂરતી છે. ત્યારે વિરોધ પ્રદર્શનો બાબતે જે તે સરકાર પણ પોતાના ફાયદા અનુસાર દેખાવો માટે મંજૂરી આપે છે તો અન્યોને મંજૂરી નહીં આપીને પોતાના લાભાન્વિત ખેલ સફળ કરવા તરફ આગળ વધે છે. આ બધી બાબતો વચ્ચે કોંગ્રેસને મોટાભાગે મોંઘવારી,પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારો જેવા પ્રશ્ને વિરોધ પ્રદર્શન કરવા મંજૂરી અપાતી નથી. જ્યારે કે દેશમા આમ પ્રજા હવે જાગૃત થઈ ગઈ છે... રાજકિય પક્ષોની નીતિ-રીતિ લગભગ સમજી ગઈ છે..... દરેક પક્ષની સત્તાલક્ષી ધ્યેય હોવાની બાબતો જાણી ગઈ છે....! ત્યારે હવે ખોટા રાજકીય સ્ટંટ કે વાર્તાઓ ચાલશે નહીં તે વાત રાજકીય પક્ષોએ સમજી જવાનો સમય પાકી ગયો છે.....!

પંજાબમાં કોંગ્રેસની સરકાર છે અને કેપ્ટન અમરિંદર સિંહ મુખ્યમંત્રી છે ત્યાં નવજોત સિંહ સિદ્ધુ હવે સીએમ બનવા માટેના વિવિધ ખેલ કરી રહ્યા છે અને તેમના પર કોઈ મોટા નેતાનો હાથ કે આશિર્વાદ હોય તોજ સીધ્ધુ મોટો દાવ ખેલતો હોય તે સ્વાભાવિક છે....!  ઉત્તર પ્રદેશમાં ભાજપની યોગી સરકાર છે અને તેને છંછેડવાનું કામ ખુદ ભાજપના નેતાઓએ જ કર્યું છે.ઉપરાત યોગી યુપીમાં કોઈ માથું  મારે તે બાબત સ્વિકારે તેમ નથી....! તો રાજસ્થાનમાં વસુંધરા રાજેને હાંસિયામાં ધકેલવા જતા  ખૂદ ભાજપ નેતાગીરી ભીંસમાં આવી ગઈ છે. ટૂંકમાં ભાજપ  કે કોંગ્રેસ નબળી કડી  શોધી કાઢવામાં ખત્તા ખાઈ જાય છે.... છતાં મોડે-મોડે ભૂલ સમજાઇ ત્યારે તેનો રસ્તો કાઢે છે. જેમ કે કોંગ્રેસે પંજાબમાં કોંગ્રેસ પ્રમુખ તરીકે હોહા મચાવતા નવજોતસિંહ સિધ્ધુને પંજાબ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદે બેસાડી દઉ મામલો શાંત કર્યો. રાજકીય પક્ષોમાં આંતરિક હુંસાતુંસી, હું પદ કે પદ પ્રાપ્તિની સ્પર્ધાને કારણે બળવાખોરોને માટે તો બગાસું ખાતા મોમા પતાસું આવી જાય છે... ત્યારે ભાજપાએ અન્ય પક્ષોનાને પ્રવેશ આપી તેઓને મહત્વ આપ્યું જેના કારણે વર્ષો જૂના અને પક્ષ વફાદારોમાં નારાજગી વ્યાપી ગઈ છે, તો પક્ષના તથા સરકારમા પદાધિકારીઓ પણ ઘૂઘવાયેલા છે.....અને હવે આંતરિક ખેચતાણ વધવા લાગી છે.....! તેનું ઉદાહરણ છે બંગાળની ચૂંટણી્‌... અહીં ભાજપાએ જીતિન પ્રસાદ પર ભરોષો મૂકી મોટી ભૂલ કરી અને મજબૂત નેતા મુકુલ રોયને ગુમાવ્યા ,તેઓ તુણમૂલ કોંગ્રેસમાં પહોંચી ગયા....જ્યારે કે કેજરીવાલની આમ આદમી પાર્ટી અન્ય રાજ્યોમાં ઘુસવા ભારે પ્રયાસો કરે છે પરંતુ પંજાબમાં ફટકો પડયો અને ગુજરાતમાં એન્ટ્રી કરી સુરતમાથી....સુરતમાં કોંગ્રેસનો બેઠક સમજૂતી બાબતે ઉકેલ ન આવતા સુરતમાં આપ ના કોર્પોરેટરો ચૂંટાયા બાદ

 રાજ્યભરમાં વિવિધ મુદ્દે પ્રજા વચ્ચે જવાનું શરૂ કરી દીધુ તેમજ પ્રજાહિતના મોંઘવારી, પેટ્રોલ- ડિઝલ ભાવ વધારા મુદ્દે વિરોધ પ્રદર્શનો શરૂ કરી દીધા તો ઓવૈસી ના પક્ષે પણ આવા પ્રશ્ને દેખાવો કર્યા. પરંતુ ગુજરાતની ખાસીયત રહી છે કે ભાજપ અને કોંગ્રેસ પક્ષ સિવાય કોઈ પણ પક્ષને સફળતા મળતી નથી... અરે આજ સુધી ગુજરાતની પ્રજાએ ત્રીજા પક્ષને કદી પણ સ્વીકાર્યો નથી જેના અનેક દાખલા છે....!

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449