MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

કોટનમાં ૬૨,૪૦૦ ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં રૂ.૩૫૦નો સંગીન ઉછાળો

સોનાનો વાયદો રૂ.૨૧૮ અને ચાંદીનો વાયદો રૂ.૬૪૦ ગબડ્યોઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિઃ રબર, મેન્થા તેલમાં નરમાઈઃ કપાસ, સીપીઓમાં સુધારાનો સંચારઃ બુલડેક્સ ફ્‌યુચર્સમાં ૧૮૧ પોઈન્ટ અને મેટલડેક્સ ફ્‌યુચર્સમાં ૯૮ પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર બુધવારે બકરી ઈદ નિમિત્તે પ્રથમ સત્રનાં કામકાજ બંધ હતાં, જ્યારે બીજા સત્રનાં કામકાજ રાબેતા મુજબ ચાલું હતાં. વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્‌યુચર્સમાં મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં ૩,૮૭,૯૦૬ સોદાઓમાં કુલ રૂ.૩૧,૦૧૪.૮૦ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જુલાઈ વાયદામાં ૧૮૧ પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જુલાઈ વાયદામાં ૯૮ પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં એમસીએક્સ પર સોના-ચાંદીમાં ૧,૬૨,૭૧૪ સોદાઓમાં કુલ રૂ.૧૦,૨૬૩.૨૮ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.૪૮,૨૪૦ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૪૮,૨૯૫ અને નીચામાં રૂ.૪૭,૭૭૧ સુધી જઈ, બંને સત્રનાં અંતે રૂ.૨૧૮ ઘટી રૂ.૪૭,૮૭૬ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ ૮ ગ્રામદીઠ રૂ.૧૧૪ ઘટી રૂ.૩૮,૪૨૩ અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૂ.૧૪ ઘટી રૂ.૪,૭૩૪ના ભાવે બંધ થયો હતો.

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી સપ્ટેમ્બર વાયદો ૧ કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.૬૭,૪૦૯ દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૬૭,૪૯૯ અને નીચામાં રૂ.૬૬,૨૮૬ સુધી જઈ, બંને સત્રનાં અંતે રૂ.૬૪૦ ઘટી રૂ.૬૬,૬૦૬ બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં ૧,૪૫,૭૭૯ સોદાઓમાં કુલ રૂ.૧૦,૮૫૦.૯૮ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.૫,૦૦૬ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૫,૦૫૫ અને નીચામાં રૂ.૪,૮૭૮ સુધી જઈ, બંને સત્રનાં અંતે ૧ બેરલદીઠ રૂ.૨૧ વધી રૂ.૫,૦૧૨ બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો ૧ એમએમબીટીયૂદીઠ રૂ.૫.૭૦ વધી રૂ.૨૮૮ બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૩,૮૬૮ સોદાઓમાં રૂ.૫૦૯.૮૫ કરોડનાં કામકાજ થયા હતા. એમસીએક્સ કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.૧,૩૬૧ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૧૩૮૮ અને નીચામાં રૂ.૧૩૬૧ સુધી જઈ, બંને સત્રનાં અંતે રૂ.૭.૫૦ વધી રૂ.૧,૩૭૪ બંધ થયો હતો. આ સામે રબર જુલાઈ વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૭,૫૦૦ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૧૭,૫૦૦ અને નીચામાં રૂ.૧૭,૧૫૦ સુધી જઈ, બંને સત્રનાં અંતે રૂ.૨૩૭ ઘટી રૂ.૧૭,૨૩૪ના ભાવે બંધ થયો હતો. સીપીઓ જુલાઈ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧,૦૮૧.૫૦ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૧૧૧૮.૯૦ અને નીચામાં રૂ.૧૦૮૧.૫૦ સુધી જઈ, બંને સત્રનાં અંતે રૂ.૩૨.૨૦ વધી રૂ.૧૧૧૭ બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ ૧ કિલોદીઠ રૂ.૩.૧૦ ઘટી રૂ.૯૫૮.૧૦ અને કોટન જુલાઈ કોન્ટ્રેક્ટ ૧ ગાંસડીદીઠ રૂ.૩૫૦ વધી રૂ.૨૫,૯૭૦ બંધ થયો હતો.

કામકાજની દષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં ૪૧,૩૭૩ સોદાઓમાં રૂ.૫,૬૩૮.૬૭ કરોડનાં ૧૧,૭૨૨.૭૪૩ કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં ૧,૨૧,૩૪૧ સોદાઓમાં કુલ રૂ.૪,૬૨૪.૬૧ કરોડનાં ૬૮૯.૩૬૦ ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં ૪૫,૨૬૩ સોદાઓમાં રૂ.૪,૫૪૭.૭૯ કરોડનાં ૯૧,૩૬,૦૦૦ બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં ૧,૦૦,૫૧૬ સોદાઓમાં રૂ.૬,૩૦૩.૧૯ કરોડનાં ૨૨,૧૩,૯૨,૫૦૦ એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં ૮ સોદાઓમાં રૂ.૦.૨૨ કરોડનાં ૩૨ ટન અને કોટનના વાયદાઓમાં ૧,૩૩૯ સોદાઓમાં રૂ.૧૬૨.૨૩ કરોડનાં ૬૨૪૦૦ ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં ૩૮૫ સોદાઓમાં રૂ.૧૪.૬૮ કરોડનાં ૧૫૩ ટન, રબરના વાયદાઓમાં ૩૬ સોદાઓમાં રૂ.૦.૬૫ કરોડનાં ૩૮ ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં ૨,૧૦૦ સોદાઓમાં રૂ.૩૩૨.૦૭ કરોડનાં ૩૦,૧૩૦ ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ બંને સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં ૧૬,૧૭૫.૦૫૨ કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં ૬૫૭.૯૧૨ ટન, ક્રૂડ તેલમાં ૬,૪૫,૩૦૦ બેરલ અને નેચરલ ગેસમાં ૩,૨૦,૩૨,૫૦૦ એમએમબીટીયૂ તેમ જ કપાસમાં ૨૦૦ ટન, કોટનમાં ૧૬૬૮૨૫ ગાંસડી, મેન્થા તેલમાં ૪૮૧.૩૨ ટન, રબરમાં ૧૦૮ ટન, સીપીઓમાં ૮૫,૮૪૦ ટનના સ્તરે રહૃાો હતો.

ઈન્ડેક્સ ફ્‌યુચર્સની વાત કરીએ તો, મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં ૩,૯૦૪ સોદાઓમાં રૂ.૩૩૧.૧૯ કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં ૨,૧૪૮ સોદાઓમાં રૂ.૧૭૨.૨૪ કરોડનાં ૨,૩૫૪ લોટ્‌સ અને મેટલડેક્સ વાયદામાં ૧,૭૫૬ સોદાઓમાં રૂ.૧૫૮.૯૫ કરોડનાં ૨,૦૯૨ લોટ્‌સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ બંને સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં ૧,૭૦૫ લોટ્‌સ અને મેટલડેક્સ વાયદામાં ૬૩૯ લોટ્‌સના સ્તરે રહૃાો હતો. બુલડેક્સ જુલાઈ વાયદો ૧૪,૭૦૦ના સ્તરે ખૂલી, ઊપરમાં ૧૪,૭૧૮ અને નીચામાં ૧૪,૫૩૭ના સ્તરને સ્પર્શી, ૧૮૧ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૮૮ પોઈન્ટ ઘટી ૧૪,૫૭૪ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જુલાઈ વાયદો ૧૫,૧૯૫ના સ્તરે ખૂલી, ૯૮ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૧૧ પોઈન્ટ વધી ૧૫,૧૫૩ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં ૩૯,૨૯૨ સોદાઓમાં રૂ.૩,૭૪૨.૨૭ કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.૧,૦૧૬.૪૬ કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.૮૫.૦૬ કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.૨,૬૩૯.૬૬ કરોડનાં કામકાજ થયાં હતાં. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્‌સમાં સોનું જુલાઈ રૂ.૪૮,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૪૨૦ ખૂલી, ઊપરમાં રૂ.૪૬૬ અને નીચામાં રૂ.૨૨૩.૫૦ રહી, અંતે રૂ.૧૧૬.૫૦ ઘટી રૂ.૨૪૨ થયો હતો. જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.૭૦,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ કિલોદીઠ રૂ.૧,૦૩૨.૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૧,૦૬૬ અને નીચામાં રૂ.૭૬૦ રહી, અંતે રૂ.૯૮ ઘટી રૂ.૮૫૬ થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.૫,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ બેરલદીઠ રૂ.૨૩૨.૧૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૬૦.૨૦ અને નીચામાં રૂ.૧૮૧ રહી, અંતે રૂ.૪.૪૦ ઘટી રૂ.૨૨૭.૧૦ થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું જુલાઈ રૂ.૪૮,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૮૨ ખૂલી, ઊપરમાં રૂ.૪૨૦ અને નીચામાં રૂ.૧૮૨ રહી, અંતે રૂ.૮૯ વધી રૂ.૩૫૩ થયો હતો. જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.૬૫,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ કિલોદીઠ રૂ.૯૪૪.૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૧,૨૬૦ અને નીચામાં રૂ.૯૪૧ રહી, અંતે રૂ.૨૧૦ વધી રૂ.૧,૧૬૬.૫૦ થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.૫,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ બેરલદીઠ રૂ.૨૧૫ ખૂલી, ઊપરમાં રૂ.૨૯૩ અને નીચામાં રૂ.૨૦૦ રહી, અંતે રૂ.૨૮.૮૦ ઘટી રૂ.૨૧૩.૧૦ થયો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449