મધ્યપ્રદેશમાં પેટ્રોલ સૌથી મોઘું ૧૧૨.૩૬ રૂપિયા પ્રતિ લિટર, અનેક રાજ્યોમાં ભાવ ૧૦૦ને પાર

ભોપાલ,તા.૨૧

દેશભરમાં પેટ્રોલની કિંમત સતત વધી રહી છે. જોકે, છેલ્લા ૩ દિવસથી પેટ્રોલની કિંમત સ્થિર રહી હતી, પરંતુ આજે ફરી એક વાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. કેટલાક રાજ્યોમાં તો પેટ્રોલ-ડીઝલની કિંમતે સદી ફટકારી છે. ડીઝલ પણ અનેક જગ્યાએ ૧૦૦ રૂપિયા પ્રતિ લિટરને પાર પહોંચી ચૂક્યું છે. જ્યારે ગુજરાતના અમદાવાદમાં હજી પણ પેટ્રોલની કિંમત ૧૦૦ની નીચે એટલે કે ૯૮ રૂપિયા પ્રતિ લિટર છે, પરંતુ ટૂંક સમયમાં અહીં પણ પેટ્રોલની કિંમત સદી ફટકારે તો નવાઈ નહીં. ત્યારે અમદાવાદમાં આજે પેટ્રોલનો ભાવ ૯૮.૬૫ રૂપિયા છે.

દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત ઐતિહાસિક ઉંચાઈએ પહોંચી છે. કેટલાક રાજ્યોમાં તો પેટ્રોલ-ડીઝલની કિંમત ૧૦૦ને પાર થઈ ચૂકી છે. જોકે, આજે (બુધવારે) પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર રહી છે અને આ સતત ચોથો દિવસ છે, જ્યારે દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૦૧.૮૪ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત ૮૯.૮૭ રૂપિયા પ્રતિ લીટર થઈ છે. અત્યારે સૌથી મોઘું પેટ્રોલ મધ્યપ્રદેશમાં છે. અહીં પેટ્રોલની પ્રતિ લિટર કિંમત ૧૧૨.૩૬ રૂપિયા છે. જ્યારે સૌથી મોંઘુ ડીઝલ ભોપાલમાં છે. અહીં ડીઝલની પ્રતિ લિટર કિંમત ૯૮.૬૭ રૂપિયા થઈ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449