છત્તીસગઢના રાયપુરમાં સાત બાળકોના મોતથી હડકંપઃ પરિવારનો ડોક્ટરો પર આરોપ

રાયપુર,તા.૨૧

છત્તીસગઢની રાજધાની રાયપુરની જિલ્લા હૉસ્પિટલમાં રાત્રે ૮ વાગ્યા બાદ ૩ બાળકોના મોત થયા. ત્યારબાદ પરિવારે ડૉક્ટરો પર બેદરકારીનો આરોપ લગાવતા હોબાળો મચાવ્યો. પરિવારનો આરોપ હતો કે તબિયત બગડવા પર બાળકોને ઑક્સિજન લગાવ્યા વગર બીજી હૉસ્પિટલમાં રેફર કરવામાં આવી રહ્યા હતા. તો હૉસ્પિટલમાં રહેલા એક દર્દીના પરિવારે દાવો કર્યો છે કે ૩ નહીં, પરંતુ ૭ બાળકોના મોત થયા છે.

તેમણે કહ્યું કે, મેં મારી આંખોથી એક પછી એક ૭ બાળકોના મૃતદેહો લઈ જતા જોયા. એક બાળકના પિતા ઘનશ્યામ સિંહે આરોપ લગાવ્યો છે કે તેના બાળકની સ્થિતિ બગડ્યા બાદ ડૉક્ટરોએ એક પ્રાઇવેટ હૉસ્પિટલ લઇ જવા કહ્યું. બાળકની સ્થિતિ ગંભીર હતી. તેને લઈ જવા માટે ઑક્સિજન સીલેન્ડરની જરૂર પડી, પરંતુ આપવામાં આવ્યું નહીં. તેઓ સતત હૉસ્પિટલ મેનેજમેન્ટના લોકોથી સીલેન્ડરની માંગ કરતા રહ્યા. આ દરમિયાન ભરતી થયેલા વધુ ૨ બાળકોના મોત થઈ ગયા અને પરિવારનો ગુસ્સો ડૉક્ટરો પર ફૂટી પડ્યો.

હોબાળાની સૂચના પર પંડરી પોલીસ સ્ટેશનથી પોલીસ પણ પહોંચી. બાળકોના ઇન્ટેસિવ કેર યુનિટમાં ઘણા મોડા સુધી બબાલ થતી રહી. પરિવારને કોઈ બરાબર જવાબ નહોતો આપવામાં આવી રહ્યો. લગભગ ૨થી અઢી કલાક ચાલેલી બબાલ બાદ પોલીસની દખલથી પરિવાર શાંત થયો. રાત્રે ૧૧ વાગ્યા સુધી ત્રણ બાળકોના મૃતદેહોની સાથે ઘરવાળા પાછા ફર્યા. હૉસ્પિટલ મેનેજમેન્ટના લોકો બીજા પરિવારને સમજાવામાં લાગ્યા અને માહોલ શાંત થયો. હૉસ્પિટલવાળાઓ તરફથી કહેવામાં આવ્યું કે, બાળકોના મોત સામાન્ય હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449