હળવા નિયમોનો છેદ ઉડાડી દેનારાઓનુ ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ.....!!

(જી.એન.એસ.,હર્ષદ કામદાર)

દેશમાં નવા સ્વરૂપની ત્રીજી લહેર ત્રાટકવાની સંભાવનાને લઇને આપણા વડાપ્રધાનશ્રી મોદીજી તેમજ વિજ્ઞાનીઓ અને નિષ્ણાતો આમ પ્રજાને માસ્ક તથા ડિસ્ટન્સ જાળવવા વારંવાર ચેતવણી આપતા રહ્યા છે. જ્યારે કે દેશમાં કોરોના ના કેહસોમા થયેલા ઘટાડાને કારણે લગભગ વિવિધ ઉદ્યોગો, વ્યાપાર- ધંધા,નાના-મોટા દરેક વેપાર માર્કેટો સહિતનાને છૂટછાટ આપી દેવામાં આવી તે સાથે વડાપ્રધાનશ્રી મોદીજીએ આમ પ્રજાને ચેતવતા એમ પણ કહ્યું હતું કે કોરોના ગયો છે તેવું માનવું ભૂલ ભરેલું છે. માટે માસ્ક, ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી છે, તો ભીડથી દૂર રહેવું,મોટી સંખ્યામાં લોકો એકઠા થાય તેવા તમામ પ્રકારના શુભારંભો,મેળાવડા સહિતના કાર્યક્રમોથી દૂર રહેવા ખાસ ચેતવણી આપવામા આવી હતી. પરંતુ છૂટછાટો મળતા જ જાણે કે કોરોના જતો રહ્યો હોય તેમ લોકો ધાર્મિક સ્થાનો,  ફરવાના સ્થળો પર મોટી ભીડ ઉમટવા લાગી... જ્યાં ડિસેન્ટની વાતનોતો છેદ જ ઉડી ગયો તેમજ માસ્ક બાંધવાથી મોટાભાગના શ્રદ્ધાળુઓ તથા લોકો દુર રહ્યા. એજ રીતે જે તે રાજ્યના બસ મથકો,  રેલવે સ્ટેશનો, એરપોર્ટ  જ્યાં પણ નજર કરો તો સ્પષ્ટ જણાઈ આવશે કે સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્ક નામના   ચેતવેલ નિયમનુ અસ્તિત્વ જ નથી....છતાં થોડા ઘણા સમજદારો,જાગૃત  લોકો માસ્ક ધારણ કરેલા દેખાતા હતા પરંતુ તેમાંના મોટા ભાગનાએ હોઠ, નાક છોડીને દાઢી પર કે ગળા સુધી લટકાવેલા દેખાઈ રહ્યા હતા તથા ધારણ ન કરેલા સંખ્યા મોટા પ્રમાણમાં  જણાતી હતી...! ભણેલા- ગણેલા સહિતના લોકો એ નહી જાણતા હોય તેઓ ખુદ ફસાઈ જવાના છે અને ત્રીજી કોરોનાના નવા રૂપને આમંત્રણ આપીને પ્રજાને ભયાનક વમળમા મુકવા સાથે મોતને આવકારી રહ્યા છે.....!!

વિશ્વ આરોગ્ય સંસ્થા, નિષ્ણાતો અને ખૂદ ભારત સરકારે વારંવાર આમ પ્રજાને સતર્ક રહેવા ચેતવ્યા કરે છે. ત્યારે સરકાર એકની એક વાત કેટલી વાર કરે.....? સરકારે આમ પ્રજાને સામાન્ય નિયમો પાળવા સાથે મોટા ભાગની છૂટછાટો આપી દીધી છે, પરંતુ મોટા પ્રમાણમાં લોકો માસ્ક તથા ડિસ્ટન્સ જાળવવા જેવા સામાન્ય નિયમોને પણ ગણકારતા નથી અને નિયમોની ઐસી તૈસી કરી નિયમોનો ભંગ કરે છે અને સ્વચ્છંદતા ભર્યુ જીવન ગુજારે છે.... કે જે ખરેખર તો શિક્ષિત તથા સમજુ હોવા છતાં  નાસમજદારી બતાવી કે મગજ ગીરે મૂકેલા હોય તે રીતે લોકો કોરોનાની ત્રીજી નવા સ્વરૂપની લહેરને આવકારવા તૈયાર હોય તેવું લાગી રહ્યું છે....! મતલબ નવા કોરોનાના ભયાનક પરિણામ માટે હવે આવનાર સમય માટે મળેલ સંભાવનાભરી ચેતવણી અનુસાર ઓગસ્ટમાં લોકોએ વધુ સાવચેતી રાખવી પડશે. વર્ષ ૨૦૨૧માં અનુભવેલા કે જોયેલા બીજાઓના પરિવારો કે ઘરની દુઃખદ ઘટનાઓમાંથી કોઈજ શીખ નથી લીધી ત્યારે લાગે છે કે તેઓના જેવી દુઃખદ ઘટના લોકોના દરવાજા ખટખટાવી શકે તેવી વધુ સંભાવનાની શક્યતા છે જે આજના સમાજ માટે સત્ય અને સ્પષ્ટ બાબત છે......!! ખરેખર તો જે છૂટછાટો આપવામાં આવી છે તે હરવા-ફરવા, યાત્રા કે ભીડભાડ ભર્યા  કાર્યક્રમો તથા ભીડ કરવા માટે નથી આપી... પરંતુ ધંધા -રોજગાર, વેપાર,ઉધ્યોગો ધમધમતા થાય, લોકોના આર્થિક વ્યવહારો સરળ બને તે માટે આપી છે.આ વાત દરેક લોકો સમજીને નિયમોનું પાલન કરે તો આવનાર સંકટનો સામનો થઇ શકશે.....!

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449