પ્લાસ્ટિકની બોટલ્સમાં માનવ ભ્રૂણ મળતાં ચકચાર

પાટણ, તા.૨૧

ગુજરાતમાં ભ્રૂણ હત્યાનાં કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, હાલમાં જ સંતરામપૂરમાં ઘરમાં જ ભ્રૂણ હત્યા કરતી બે મહિલાઓને પોલીસે ઝડપી પાડી છે ત્યારે હવે પાટણમાં પ્લાસ્ટિકની બોટલોમાં જ માનવ ભ્રૂણ મળી આવતા ચકચાર મચી ગઈ છે.

પાટણનાં સિદ્ધપુરથી આ સનસનીખેજ સમાચાર આવી રહ્યા છે જ્યાં તાવડિયા રોડ પર ૧૩ માનવભ્રૂણમળી આવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં પ્લાસ્ટિકની બોટલોમાં ભ્રુણ મળી આવતા ચકકચાર મચી જતાં ગ્રામજનો દોડી આવ્યા હતા. આ ભ્રુણ કોણ ફેંકી ગયું તે હજુ તપાસનો વિષય છે પરંતુ માનવામાં આવી રહ્યું છે કે પાટણમાં મોટા પ્રમાણમાં ભ્રુણ-હત્યા થતી હોવાની શંકા છે.

કોઈ પ્રસૂતિગૃહ અથવા ગાયનેક હોસ્પિટલ દ્વારા રસ્તા પર આ રીતે ભ્રુણ ફેંકાયા હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતી અને કાકોશી પોલીસ તથા આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449