છેલ્લા ૨૪ કલાકમાં નવા કોરોનાના ૨૮ કેસ આવ્યા

અત્યાર સુધીમાં કુલ ૮,૧૪,૧૦૯ દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે : આજે એક પણ મોત નહીં

ગાંધીનગર, તા.૨૧

ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર ૨૮ કેસ નોંધાયા હતા. તો બીજી તરફ તેનાથી બમણા એટલે કે ૫૦ દર્દીઓ સાજા થઇ ગયા હતા. અત્યાર સુધીમાં કુલ ૮,૧૪,૧૦૯ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો કોરોનાથી સાજા થવાનાં દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે રાજ્યમાં ૯૮.૭૩ ટકા દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. તો બીજી તરફ રસીકરણનાં મોરચે પણ સરકાર લડી રહી છે.

જો રાજ્યમાં રહેલા એક્ટિવ દર્દીઓની વાત કરીએ રાજ્યમાં કુલ ૨૮૯ એક્ટિવ દર્દીઓ છે. જે પૈકી ૦૫ લોકો વેન્ટીલેટર પર છે. ૩૮૪ લોકો સ્ટેબલ છે. ૮,૧૪,૧૦૯ લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

૧૦૦૭૬ લોકોનાં અત્યાર સુધીમાં કુલ કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. જો કે સારા સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી.

અમદાવાદ કોર્પોરેશનમાં ૪, સુરતમાં ૫, વડોદરામાં ૯, આણંદમાં ૨, જુનાગઢમાં ૨ અને ગીરસોમનાથ, જામનગર, નવસારી, પોરબંદર, રાજકોટ, વલસાડમાં ૧-૧ કેસ નોંધાયા છે. આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં ૦ કેસ નોંધાયા છે. તો બીજી તરફ રાજ્યમાં ડીસ્ચાર્જ થતા દર્દીઓની સંખ્યા ૫૦ છે. જેમાં વડોદરામાં ૬, અમદાવાદમાં ૨૧, સુરતમાં ૮, જામનગરમાં ૯ અને નવસારી, રાજકોટ, વલસાડ, અમરેલી, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં ૧-૧ દર્દી ડીસ્ચાર્જ થયા છે.

રાજ્યમાં કોરોનાના કેસો

                ગુજરાતમાં કોરોના ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. આજે ૨૮ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર      કેસ

વડોદરા કોર્પોરેશન   ૮

સુરત કોર્પોરેશન     ૪

આણંદ    ૨

ગીર સોમનાથ       ૧

જામનગર ૧

જુનાગઢ  ૧

જુનાગઢ કોર્પોરેશન ૧

નવસારી  ૧

પોરબંદર  ૧

રાજકોટ કોર્પોરેશન  ૧

સુરત      ૧

વડોદરા   ૧

વલસાડ   ૧

કુલ        ૨૮

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449