દુબઈમાં સલમાન ખાનની પત્ની ને ૧૭ વર્ષની દીકરી રહે છે? એક્ટરે શું કહ્યું

મુંબઈ, તા.૨૨

સલમાન ખાન પોતાના ભાઈ અરબાઝના શોમાં હાજર રહ્યો હતો.

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પોતાના ભાઈ અરબાઝ ખાનના શો ’પિંચ ૨’ના પ્રીમિયર એપિસોડમાં જોવા મળ્યો હતો. આ શોમાં અરબાઝ સો.મીડિયામાં સેલેબ્સને ટ્રોલ કરવામાં આવે છે તે કમેન્ટ વાંચીને સંભળાવે છે અને સેલેબ્સ પોતાનું રિએક્શન આપે છે. સલમાનની સાથે પણ અરબાઝે એવું જ કર્યું હતું. અરબાઝે કહ્યું હતું કે સો.મીડિયામાં સલમાન ખાનને ચાહકો પસંદ કરે છે, પરંતુ કેટલાંક યુઝર્સે ધડમાથા વગરની વાતો કરે છે. સલમાનને પણ નવાઈ લાગી સો.મીડિયામાં એક યુઝર્સે કહ્યું હતું, ક્યાં છુપાવીને બેઠો છે ડરપોત. ભારતમાં બધાને ખબર છે કે તું દુબઈમાં પોતાની પત્ની નૂર અને ૧૭ વર્ષની દીકરી સાથે છે. ભારતને ક્યાં સુધી મૂર્ખ બનાવીશ. આખા ઇન્ડિયાને ખબર છે કે તું દુબઈમાં પત્ની તથા દીકરી સાથે રહે છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449