મંદિરમાંથી સાત કિલો ચાંદીના છત્તરની ચોરી

બનાસકાંઠા, તા.૨૨

જિલ્લાના વાવા તાલુકાના રાછેણા ગામની સીમમાં આવેલ શિડિયા ગોગા મહારાજના મંદિરમાં અજાણ્યા લોકો હાથફેરો કરી જતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તસ્કરોએ ગોગા મહારાજના મંદિરને નિશાન બનાવી તાળું તોડી મંદિરમાંથી આશરે છથી સાત કિલો ચાંદીના છતર સહિતના મુદામાલની ચોરી કરી ગયા હતા. સાજે મંદિરના પૂજારી ભૂરાજી મહારાજ પૂજા કરવા આવતાં તાળું તૂટેલું જોયું હતું. જે બાદમાં ગામના લોકો અને પોલીસને જાણ કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449