અફઘાનિસ્તાને શેર કર્યો ભારતના પરાક્રમનો ફોટો

તાલિબાનનું સમર્થન કરતા પાકિસ્તાન પર અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે જોરદાર કટાક્ષ કર્યો છે     

કંધાર, તા.૨૨

તાલિબાનનું સમર્થન કરી રહેલા પાકિસ્તાન પર અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહ એ જોરદાર કટાક્ષ કર્યો છે. ત્યારબાદ પાકિસ્તાનીઓની ઊંઘ ઉડી જશે તે વાત તો સાચી છે. સાલેહે પાકિસ્તાની સેનાની ભારતીય સેના સામે સરન્ડરની તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરતા તેમણે લખ્યું કે અમારા ઈતિહાસમાં ક્યારેય આવી તસવીર નથી અને આવશે પણ નહીં. અત્રે જણાવવાનું કે પાકિસ્તાન પૂરેપૂરી કોશિશમાં લાગ્યું છે કે અફઘાનિસ્તાનમાં પહેલા જેવી સ્થિતિ ઊભી થઈ જાય આ માટે તે ત્યાં તાબિલાનનું સમર્થન પણ કરી રહ્યું છે.

અફઘાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે એક તસવીર ટ્‌વીટ કરીને લખ્યું છે કે ’અમારા ઈતિહાસમાં ક્યારેય આવી તસવીર નથી, અને ક્યારેય હશે પણ નહીં. હા ગઈ કાલે કેટલીક પળો માટે તે સમયે હું હલી ગયો હતો જ્યારે અમારી ઉપરથી પસાર થતા રોકેટ થોડા મીટરના અંતરે પડ્યા હતા. પાકિસ્તાનના પ્રિય ટિ્‌વટર હુમલાખોરો, તાલિબાન અને આતંકવાદ તમારા એ ઘા પર મલમ નહીં લગાવી શકે, જે ઘા તમને આ તસવીરથી મળશે. કોઈ બીજો રસ્તો શોધો.’

સાલેહે જે તસવીર શેર કરી છે તે વર્ષ ૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધ  પછીની છે. જેમાં પાકિસ્તાનને ભારતે બરાબર પાઠ ભણાવ્યો હતો. ભારત સામે પાકિસ્તાન ઘૂંટણિયે પડ્યું હતું. તે સમયે પાકિસ્તાનના ૮૦ હજારથી વધુ સૈનિકોએ ભારત સામે આત્મસમર્પણ કર્યું હતું. પાકિસ્તાનની શર્મનાક હારની આ તસવીર શેર કરીને અફઘાની ઉપરાષ્ટ્રપતિએ વ્યંગ કર્યો છે. સ્પષ્ટ છે કે જૂના જખમને તાજો કરવાની આ કોશિશથી પાકિસ્તાનને મરચા તો લાગ્યા જ હશે અને આ બળતરા જલદી ઓછી થાય તેમ નથી.

અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકોની વાપસી બાદ તાલિબાન બેકાબૂ થયું છે. તેણે દેશના મોટાભાગના હિસ્સા પર કબજો જમાવ્યો છે. પાકિસ્તાન પણ તાલિબાનના હાથ મજબૂત કરી રહ્યું છે. જેથી કરીને અફઘાનિસ્તાનમાં રાજ ચલાવી શકે. હાલમાં જ તાલિબાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં રાષ્ટ્રપતિ ભવનને નિશાન બનાવવાની કોશિશ કરી હતી અને ત્રણ રોકેટ છોડ્યા હતા. અફઘાનિસ્તાનને લાગે છે કે આ હુમલા પાછળ પણ પાકિસ્તાનનો હાથ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449