આં.પ્રદેશમાં પડોશીનું કોરોનાથી મોત થતા પરિવારે ૧૫ મહિના સુધી ઘરમાં કેદ કર્યા

ગોદાવરી,તા.૨૨

આંધ્ર પ્રદેશના ઈસ્ટ ગોદાવરીમાં અધિકારીઓએ બુધવારે એક પરિવારનું રેસ્ક્યુ કર્યું છે. તેમની તબિયત વધારે ખરાબ છે. કદાલી ગામમાં આ પરિવારે કોરોનાના ડરના કારણે ૧૫ મહિના સુધી પોતાની જાતને ઘરમાં કેદ કરી લીધી હતી. કોઈ પણ સ્વાસ્થયકર્મી તેમના ઘરે પહોંચતા હતા તો આ લોકો તેમને કોઈ જવાબ આપતા નહતા. આ રીતે તેમની સ્થિતિનો ખ્યાલ આવ્યો.

કદાલીના સરપંચ ચોપલ્લા ગુરુનાથે જણાવ્યુ કે ૫૦ વર્ષના રુથમ્મા, કાંતામણી અને રાનીએ પોતાની જાતને એટલા માટે કેદ કરી લીધા હતા કારણકે તેમના એક પડોશીનું મોત કોરોનાના કારણે થયુ હતું.

જ્યારે સરકારી આવાસ યોજના અંતર્ગત એક કર્મચારી આ લોકોના અંગુઠાના નિશાન લેવા તેમના ઘરે પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે આ પરિવારે પોતાને કેદ કરી લીધો છે. ત્યારપછી આ સરકારી વિભાગના કર્મચારીએ સરપંચને અને સરપંચે પોલીસને જાણ કરી હતી. સરપંચે જણાવ્યું કે, ૧૫ મહિનાથી આ લોકો ઘરમાં કેદ હોવાના કારણે તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી. જ્યારે અમને આ વિશે ખબર પડી ત્યારે અમે પોલીસને જાણ કરી હતી.

પોલીસે જણાવ્યુ કે, જ્યારે આ લોકોને ઘરની બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેમની સ્થિતિ ખૂબ ખરાબ હતી. તેઓ ઘણાં દિવસોથી નાહ્યા પણ નહતા અને તેમણે ઘણાં દિવસોથી વાળ પણ કપાવ્યા નહતા. અમે આ પરિવારને તુરત હોસ્પિટલ પહોંચાડ્યો છે અને ત્યાં હવે એમની સારવાર ચાલી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449