સસ્તા કોલિંગ-ડેટાના દિવસો સમાપ્ત, એરટેલે ટેરિફ ૪૦% સુધી વધાર્યા

મુંબઇ,તા.૨૨

મોબાઇલ યુઝર્સ માટે સસ્તા કોલિંગ- ઇન્ટરનેટ ડેટા સર્વિસના દિવસો હવે સમાપ્ત થઇ ગયા છે અને આ સુવિધાનો ઉપયોગ કરવા માટે વધારે નાણાં ખર્ચવાની તૈયારી રાખવી પડશે. ટેલિકોમ સેક્ટરમાં ફરીવાર ટેરિફ વધવાની શરૂઆત થઇ ગઇ છે. ભારતી એરટેલ કંપનીએ ગુરુવારે પોતાના કોર્પોરેટ ગ્રાહકો માટેના પોસ્ટપેઇડ ટેરિફમાં ૩૦થી ૪૦ ટકાનો વધારો કર્યો છે. એરટેલ બાદ હવે અન્ય બે હરિફ કંપનીઓ પણ ટુંક સમયમાં ટેરિફ વધારે તેવી શક્યતા છે.  

ભારતી એરટેલ કંપનીએ તેના એન્ટરપ્રાઇસ કસ્ટમરો માટે પોસ્ટપેઇડ ટેરિફ વધારવા અને પોસ્ટપેઇડ પ્લાનની સાથે રિટેલ કસ્ટમરો સહિત ઓવરઓલ પોસ્ટપેઇડ બેઝની માટે સરેરાશ ગ્રાહક દીઠ આવક (એવરેજ રેવન્યુ પર યુઝર - એઆરપીયુ) વધારવાની દિશામાં આ પહેલુ પગલુ ભર્યુ છે.

ટેલિકોમ ઓપરેટરે કોર્પોરેટ યુઝર્સની માટે પોતાના પોસ્ટપેઇડ પ્લાન ૧૯૯ રૂપિયા અને ૨૪૯ રૂપિયાની નીચેના પ્લાન બંધ કરી દીધા છે. કોર્પોરેટ કસ્ટમરોની માટે તેનો એન્ટ્રી લેવલ પ્લાન નવા અને હાલના ગ્રાહકો માટે હવે ૨૯૯ રૂપિયા થઇ થશે. તમામ હાલના ગ્રાહકોને હવે આગામી મહિનાથી બિલિંગ સાયકલમાં ૨૯૯ રૂપિયાના પ્લાનમાં શિફ્ટ કરી દેવામાં આવશે.

ભારતી એરટેલે નવા ગ્રાહકોની માટે પોતાના ૭૪૯ ફેમિલી પોસ્ટપેઇડ પ્લાનને બંધ કરી દીધો છે અને હવે ૯૯૯ રૂપિયાની ઓફર કરશે જો માત્ર ફેમિલી પોસ્ટપેઇડ પ્લાન છે, જેમાં ડેટા બેનિફિટ વધારવામાં આવ્યુ છે. આ પગલાંનો ઉદ્દેશ્ય દેશમાં પોતાના હાઇ એન્ડ પોસ્ટપેઇટ કસ્ટમરો પાસેથી સરેરાશ યુઝર્સ દીઠ આવકમાં (એઆરપીયુ)માં નોંધપાત્ર વૃદ્ધિ કરવાનો છે.

ભારતી એરટેલના બિઝનેસ ડિરેક્ટર અને સીઇઓ અજય ચિતકારાએ કહ્યુ કે, અમારા નવા પોસ્ટપેઇડ પ્લાન્સ મહામારી બાદની દુનિયામાં અમારા ગ્રાહકોની પ્રોડક્ટિવિટી આવશ્યકતાઓને પૂરી કરવા માટે ઇન્ડસ્ટ્રીઝના મુખ્ય લાભો સાથે એક સમગ્ર કનેક્ટિવિટી સોલ્યુશન પુરુ પાડે છે. રિટેલ પોસ્ટપેઇડ પ્લાન્સ અંગે, એરટેલ એ કહ્યુ કે, ગ્રાહકો સાથેના સંવાદમાં જાણવા મળ્યુ છે કે, વધારે ઇન્ટરનેટ ડેટાની આવશ્યકતા હતી, કારણ કે સંપૂર્ણ પરિવાર દ્વારા ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ અનેક ગણો વધી ગયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449